વયનિવૃત્ત થનારા જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલનું ખેડૂત સમાજ વલસાડ દ્વારા સન્‍માન કરાયું

0
189

 વલસાડ કલેક્‍ટરશ્રી આર.આર.રાવલ માસના અંતે વયનિવૃત્ત થનાર હોઇ આજરોજ કલેક્‍ટર કચેરીખાતે ખેડૂત સમાજ વલસાડના પ્રમુખશ્રી ભગુભાઇ પટેલ અને મહામંત્રીશ્રી રૂપેશભાઇ પટેલ દ્વારા સાલ ઓઢાડી અને પુષ્‍પગુચ્‍છ આપીને તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ખેડૂત સમાજના બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવેના વળતર બાબતના પ્રશ્‍નોમાં જિલ્લાકલેક્‍ટર આર.આર.રાવલે ગત ઓગસ્‍ટ-૨૦૨૦માં કેન્‍દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિનભાઇ ગડકરી સાથે વીડિયો કોન્‍ફરન્‍સથી ખેડૂતોની વાજબી માગણી પ્રત્‍યે હકારાત્‍મક વલણ દાખવતા જિલ્લા કલેક્‍ટરની મધ્‍યસ્‍થીથી જિલ્લાના ખેડૂતોન પોષણક્ષમ વળતર અપાવ્‍યું હતું. જે બદલ જિલ્લાના ખેડૂત આલમે ખુશી વ્‍યક્‍ત કરી હતી અને શ્રી રાવલ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી ગદગદિત થઇ ગયા હતા.આ અવસરે ખેડૂત આગેવાન શ્રી શરદભાઇ દલાલ, જતિનભાઇ દેસાઇ, સુનિલભાઇ પટેલ અને હર્ષદભાઇ પટેલ હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here