વલસાડના ઘડોઇ ગામે ઔરંગા નદીમાં ડુંગરી નજીક એક ગામના પ્રેમી પંખીડા પાણીમાં ફસી ગયા અને જે થયું

0
785

વલસાડના ડુંગરી નજીક આવેલા એક ગામમાં  રહેતી એક સંતાનની માતા પોતાના પ્રેમી સાથે વલસાડ નજીકના ઘડોઈ ગામે આવેલા ચેક ડેમ પર એકાંતની પળો માણવા જતા અચાનક ઔરંગા નદીમાં વરસાદી પાણી ફરી વળતા પ્રેમી પંખીડાઓ ફસી ગયા હતા ઘટનાની જાણ થતા એનડીઆરએફ ની ટીમ,વલસાડ ટીડીઓ, વલસાડ રૂરલ પોલીસની ટીમ ગામજનો દોડી ગયા હતા એનડીઆરએફની ટીમે બોટ અને લાઈફ જેકેટ સાથે રેસ્ક્યુ કરી પ્રેમી પંખીડા ને પાણીમાંથી હેમખેમ બચાવી લઇ બહાર કાઢ્યા હતા ચોમાસાની સિઝનમાં સહેલાણીઓ કે પ્રેમી પંખીડાઓ ચેક ડેમ નદી દરિયાકાંઠે હરવા-ફરવા માટે કે એકબીજાને મળવા માટે એકાંતની પળો માણવા માટે નીકળી પડતા હોય છે. ત્યારે ઘણીવાર અચાનક પાણી વધી જતાં મોત નજરે પડતા બચાવવા માટે બૂમાબૂમ કરી લોકોને દોડતા કરી દેતા હોવાના કિસ્સાઓ અવાર નવાર બન્યા છે. ત્યારે આજરોજ બપોરે વલસાડ તાલુકાના ડુંગરી ગામ નજીક આવેલા એક ગામમાં એક સંતાનની માતા રહે છે પરણિતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે આ પરિણીતા ગામમાં રહેતા એક યુવાન સાથે તેની આંખો મળી ગઇ હતી બન્ને પ્રેમી-પંખીડા આજરોજ બપોરે વલસાડ નજીકના ઘડોઈ ગામે આવેલ ઔરંગા નદીનો ચેક ડેમ પાસે એકાંતની પળો માણી રહ્યા હતા તે દરમિયાન ધરમપુર-કપરાડા ના ઉપરવાસમાં ગઈકાલે રાત્રે થી પડી રહેલા ભારે વરસાદના પગલે ધરમપુર ની તાન અને માન નદી માં પાણી વધુ હોવાથી ઔરંગા નદી બંને કાંઠે વહી રહી હતી. જેના પગલે ઘડોઇ ગામની નદીમાં બનેલા ચેક ડેમ માં અચાનક પાણીનો ભરાવો થતાં પ્રેમી પંખીડા પાણીમાં ઘેરાઈ ગયા હતા. આ પ્રેમી પંખીડાએ સામે મોત જોતા બચાવવા માટે બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા વલસાડ તાલુકા વિકાસ અધિકારી વિમલભાઈ પટેલ તથા વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ રાણા તથા તેમની ટીમ,એન.ડી.આર.એફ.ની ટીમ ઘટનાસ્થળે ધસી ગયા હતા જ્યારે પાણીમાં ફસાઈ ગયેલા પ્રેમી પંખીડા ને બચાવવા માટે એનડીઆરએફની ટીમે બોટ લાઈફ જેકેટ લઈ જઈ નદીના ધસમસતા પાણીમાં જઈ ફસી  ગયેલા પ્રેમી પંખીડાઓને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here