વીર જવાનો અને વીરાંગનાઓ સાથે વડખંભામાં દિવાળી પર્વની ઉજવણી: સ્નેહમિલન સમારોહમાં સન્માન સાથે ભેટસોગાદો અર્પણ કરાઈ

On: November 6, 2026 9:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી.દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર વીર જવાનો અને વીરાંગનાઓના ત્યાગ, બલિદાન અને સમર્પણને બિરદાવવાના ઉમદા હેતુથી વડખંભા સ્થિત એક્સ પેરામિલિટ્રી સાઉથ ગુજરાત કાર્યાલય ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક્સ પેરામિલિટ્રી સાઉથ ગુજરાતના પ્રમુખ ખુશાલભાઈ વાઢૂ, વ્યવસાયી અને સમાજસેવક સંજય શિંદે તથા શૌર્ય રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટનાં અશ્વિની તાઈ રાણેના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓમ શિવમ પેકેજિંગના ડિરેક્ટર સુનીલ કાંત સિંહ તથા વિશિષ્ટ મહેમાન તરીકે સેફ કંપનીઝના ડિરેક્ટર જીતેન્દ્ર તંવર (બંશીભાઈ) ઉપસ્થિત રહ્યા હતા.

દિવાળીનો પર્વ માત્ર દીપ પ્રગટાવવાનો જ નહીં, પરંતુ ખુશીઓની વહેંચણી અને સંબંધોમાં સ્નેહની સુવાસ ફેલાવવાનો પણ અવસર છે, ત્યારે દેશની સુરક્ષામાં ખડેપગે રહેતા જવાનો અને તેમના પરિવારજનો સાથે તહેવારની ખુશીઓ વહેંચવાના આશયથી આ સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી દેશભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો હતો.

વીર જવાનો અને વીરાંગનાઓને દિવાળીની વિશેષ ભેટ

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વીર જવાનો અને વીરાંગનાઓને આયોજકો દ્વારા વિશેષ દિવાળી ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓને સાડીઓ, મીઠાઈઓ અને વિશેષ સ્વીટ્સ ઉપરાંત CAPFના લોગોવાળી ખાસ ટી-શર્ટ તથા કેપ ભેટસ્વરૂપે આપવામાં આવી હતી. આ સન્માન અને આત્મીયતાભર્યા આવકારથી ઉપસ્થિત જવાનો અને વીરાંગનાઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

કાર્યક્રમના અંતે બપોરે 12:30થી 2:30 વાગ્યા સુધી સહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનો, જવાનો, વીરાંગનાઓ અને નાગરિકોએ સાથે ભોજન લઈ સ્નેહમિલનની ખુશીઓ માણી હતી.

દેશના રક્ષકો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માનની ભાવનાને ઉજાગર કરતો આ કાર્યક્રમ દિવાળીના પર્વને વધુ યાદગાર બનાવવાની સાથે સમાજમાં સૈનિકો પ્રત્યે સન્માન અને સંવેદનશીલતાનો સુંદર સંદેશ આપી ગયો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!