નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

On: April 3, 2026 6:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

2022 માં કપરાડા તેમજ ધરમપુર,પારડી અને દાદરા નગર હવેલી ના ગ્રામ્ય વિસ્તાર માં પ્રદુષણ નું પ્રમાણ ઘટાડવા તેમજ મહિલા ઓને ધુમાડાથી થતા હવાજન્ય રોગો નું પ્રમાણદર ઘટાડવાના હેતુથી લગભગ 2 લાખ 75 હજાર થી પણ વધુ ચુલ્હાનું વિતરણ કરવું માં આવ્યું હતુ આ શ્રેષ્ઠ કામગીરી ને ધ્યાનમાં લઇ GIC.Re કંપની દ્વારા જરૂરિયાતમંદ પરિવારો ને બાયો-ગેસ પ્લાન્ટ વિતરણ ની જવાબદારી સોંપવામાં આવી હતી

જેના પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 200 બાયો-ગેસ પ્લાન્ટ નું સફળ વિતરણ બાદ તાલુકાના વિવિધ ગામોમાં સર્વે ની કામગીરી ચાલુ છે. સમાજસેવા ની ભાવના મન માં મક્કમ હોય તો કોઈ પણ કાર્ય અઘરું હોતું નથી આજે મોઘવારી ના સમય માં સામાન્ય માણસો ની ચિંતા અને જરૂરિયાતો ને ધ્યાન માં રાખી કુંજાલી પટેલ દ્વાર આવા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે જેની પ્રશંસા સમાજના દરેક વર્ગ માં થઇ રહી છે ત્યારે કુંજાલી પટેલ સાથે વાત કરતા એમણે જણાવ્યું કે મારા માટે દરેક જરૂરિયાતમંદ અને ગરીબ પરિવાર મારુ પોતાનું પરિવાર છે મારી જવાબદારી છે હું મારાથી બનતા દરેક પ્રયત્ન કરી મદદરૂપ થઈશ


કુંજાલી પટેલ ની સમાજસેવક ની એક છબી તો ખરીજ પરંતુ પ્રજા માટે કે કર્મચારી ના પડતર પ્રશ્ન હોય કે શિક્ષિત બેરોજગાર વર્ગની સમસ્યા હોય કંપની ના કામદારો હોય મહિલા,યુવા,ખેડૂતો. દરેક ની સમસ્યા માં અન્યાય ની સામે ન્યાય ની લડત માં હંમેશા ઉભા રહ્યા છે અને ન્યાય અપાવ્યો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!