Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લામાં તા. ૯ થી ૨૮ ફેબ્રુઆરી સુધી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ હાથ ધરાશે

On: February 10, 2026 11:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લામાં કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીએમજેએવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે

કાર્ડ બનાવવાના બાકી હોય તેવા ૨૬૪૭૩૦ લાભાર્થીઓના કાર્ડ માટે મેગા કેમ્પ અને હાઉસ ટુ હાઉસ સર્વે કરાશે

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૦૭ ફેબ્રુઆરી
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં એનએફએસએના કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીએમજેએવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે હજુ ૨૬૪૭૩૦ લાભાર્થીઓના કાર્ડ બનાવવાના બાકી હોય જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરવિંદકુમાર સિંહના નેતૃત્વમાં તા. ૯ થી ૨૮ ફેબ્રુઆરી સુધી મેગા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે.
આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેગા ડ્રાઈવનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આયુષ આરોગ્ય મંદિર (પેટા કેન્દ્ર)માં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે કરી એનએફએસએના બાકી લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીનું સઘન મોનીટરીંગ તાલુકા અને પીએચસી કક્ષાએથી કરવાનું રહેશે. જે માટે જિલ્લાના ૬ તાલુકાઓમાં મોનીટરીંગ માટે ટીમ બનાવવામાં આવી છે. જેમાં પારડી તાલુકામાં સીડીએચઓ ડો.અરવિંદકુમાર સિંહ અને એમપીએચએસ અજીત બી. પટેલ, વલસાડ તાલુકામાં ડીએલઓ ડો.જયશ્રી ચૌધરી અને એમપીએચએસ હિતેન્દ્ર વી.સોલંકી, કપરાડા તાલુકામાં ડીટીઓ ડો.હરજિતપાલ સિંગ અને ઈન્ચાર્જ જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પકંજભાઈ પટેલ, ધરમપુર તાલુકામાં ઈએમઓ ડો.મનોજ એન. પટેલ અને એમપીએચએસ ભાવેશ બી.પટેલ, ઉમરગામ તાલુકામાં ડો.વિરેન પટેલ અને એમપીએચએસ યોગેશ પટેલ જયારે વાપી તાલુકામાં ડીક્યુએમઓ ડો.દિવ્યેશ પટેલ અને એમપીએચએસ નભુભાઈ પટેલને મેગા ડ્રાઈવમાં કાર્ડ બનાવવાની કામગીરીનું ઘનિષ્ઠ મોનીટરીંગ કરવા જવાબદારી સોંપવામાં આવી છે.
ઉપરોક્ત તમામ લાયઝન અધિકારીશ્રી અને કર્મચારીઓએ કેમ્પના સ્થળે જઈ કાર્ડ બનાવવા માટે કેટલા લાભાર્થીઓનું આયોજન કર્યુ છે તે તપાસવુ, કેમ્પના સ્થળ પર લાભાર્થી કેટલા આવ્યા તેની તપાસ કરવી તેમજ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી તેમજ કાર્ડ બનાવવાની કામગીરીની તપાસ કરવાની રહેશે. કેમ્પના સ્થળે જે તે કર્મચારી દ્વારા કાર્ડ બનાવવામાં આવે છે તે કર્મચારીને BIS 2.0 પોર્ટલમાં કાર્ડ બનાવતા આવડે છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે. મેગા કેમ્પ અગાઉથી આઈઈસી (પ્રચાર પ્રસાર) કરવામાં આવ્યો છે કે કેમ અને દરેક સ્થળ પર આઈઈસી મટીરીયલ લગાવવામાં આવ્યુ છે કે તે સુનિશ્ચિત કરવું, આયુષમાન કાર્ડ બનાવવાના બાકી રહેલા લાભાર્થીઓની યાદી કેમ્પ સ્થળ પર છે કે નહી તેની તપાસ કરવી, એનએફએસએમાં વિસંગતતા ધરાવતા લાભાર્થીની વિસંતગતતા બરાબર લખવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે.
-૦૦૦-

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!