Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભિલાડ અને ઉમરગામ મરીન વિસ્તારમાં થયેલા લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓની ધરપકડ

On: February 7, 2026 2:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હથિયારધારી ટોળકી દ્વારા કરાયેલા લૂંટના બે મોટા ગુનાઓનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગે વલસાડ જિલ્લા તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વારંવાર લૂંટના ગુનાઓ આચર્યા હતા.

ગઈ તા. 30 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે ફણસા, ઉમરગામ ખાતે ત્રણ અજાણ્યા બદમાશોએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને બંદૂક જેવા હથિયારો બતાવી પરિવારને ઊંઘમાંથી જગાડ્યા. આરોપીઓએ હિન્દી ભાષામાં ધમકી આપી ફરિયાદી અને તેમની છોકરીઓએ પહેરેલા સોનાના દાગીના, મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ રૂ. 1,52,000ની લૂંટ કરી નાસી ગયા હતા. જ્યારે બીજા બનાવ માં સને 2023માં ઝરોલી છીપાવાડ ખાતે આવેલ એક બંગલામાં ચાર અજાણ્યા હથિયારધારી બદમાશોએ રાત્રે ઘૂસીને ફરિયાદીને બંદૂક અને લોખંડની સળિયાથી ધમકાવી સોનાના દાગીના અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2,35,000ની લૂંટ કરી હતી.
પોલીસ સમગ્ર મામલે કુલ પાંચ આરોપી ને પોલીસ જડપી પાડયા છે જેમાં પકડાયેલા માં
વિવેક ઉર્ફે જીગુ આહીર* (31 વર્ષ) – લવાછા, વાપી,અનિમેશકુમાર ઉર્ફે લાલુ પટેલ* (21 વર્ષ) – લવાછા, વાપી
સંજયકુમાર કેવલચંદ જૈન* (33 વર્ષ) – હાલ ભિવંડી, મહારાષ્ટ્ર,સંજય ગુજભાઈ દુમાડા* (42 વર્ષ) – કનાડુ, ઉમરગામ,ભાવેશભાઈ બાબરભાઈ આહીર* (37 વર્ષ) – નરોલી, દાદરા-નગર હવેલી ધરપકડ કરવામાં આવી છે જ્યારે પોલીસે મોબાઇલ ફોન અને રોકડા: રૂ. 26,000,મારુતી સુઝુકી XL6 કાર: રૂ. 10,00,000, સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ: રૂ. 30,000 આમ કુલ કુલ: રૂ. 10,56,000 મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો

આ કામગીરી એલસીબી વલસાડના પીએસઆઈ જે.જી.પરમાર અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે હાથ ધરી હતી. પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સાહેબ (IPS) અને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સાહેબ (IPS)ના માર્ગદર્શન હેઠળ આ સફળતા મળી છે આરોપી અનુજ કમલેશ્વર પ્રસાદ પટેલ હજુ ફરાર છે અને તેની શોધ ચાલુ છે.

બોક્ષ

શું છે પકડાયેલા આરોપી ની મોડેશ ઓપરેન્ડી

પોલીસે જણાવ્યું કે આ ગેંગના સભ્યો દિવસે વિવિધ વિસ્તારોમાં રેકી કરી શ્રીમંત લોકો સાથે મિત્રતા કેળવતા. તેઓ એવા ઘરોની શોધ કરતા જ્યાં વધુ સોનાના દાગીના હોય, રાત્રે ઘરે ઓછા સભ્યો હોય અને સ્લાઇડર બારીથી સરળતાથી પ્રવેશ કરી શકાય. આરોપી અનુજ કમલેશ્વર પ્રસાદ પટેલ આ માહિતી પૂરી પાડતો અને પછી તમામ સભ્યો હથિયારો સાથે લૂંટ માટે જતા.અને લુંટ ને અંજામ આપ્યા બાદ તેમ થી મેળવેલ રકમ થી ટીપ આપનાર ને પણ પૈસા આપતા હોવાનું તપાસ દરમ્યાન પોલીસ સમક્ષ કાબુલી લીધું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!