
– મહારાષ્ટ્રથી ઘાસની પૂળીયાઓની આડમાં ચોરીછુપીથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ લાવવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિને વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે ઝડપી પાડ્યો છે.
સ્થાનિક ગુન્હા શોધક શાખાએ વાપી જીઆઈડીસી ઓવરબ્રિજ નજીક નેશનલ હાઈવે-૪૮ પર દરોડો પાડી રૂ. ૪૨.૩૯ લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સફેદ રંગના આઈસર ટેમ્પો (જીજે-૧૪-એક્સ-૬૬૦૧)માં ઘાસની પૂળીયાઓ નીચે ભારતીય બનાવટના વિદેશી રમ અને વોડકાના ૨૫૧ બોક્સમાં ૩,૦૧૨ બાટલીઓ (૨,૨૫૯ લીટર) છુપાવવામાં આવી હતી. આ દારૂનું મૂલ્ય રૂ. ૩૭,૩૪,૪૦૦ જેટલું છે.
પકડાયેલા આરોપી હિતેશભાઈ કિશોરભાઈ રાઠોડ (ઉ.વ. ૨૮, રહે. જામનગર) પાસેથી ટેમ્પો અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે, આ કેસમાં બે શખ્સો હજુ ફરાર છે – પ્રોહી માલ સપ્લાય કરનાર કાલીભાઈ અને માલ મંગાવનાર આઝાદ બલોચ. બંનેની શોધખોળ ચાલી રહી છે.
આ કામગીરી સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કામગીરી અંજામ આપી હતી. પકડાયેલા આરોપી સામે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
નોંધનીય છે કે, આરોપી હિતેશભાઈ રાઠોડ વિરુદ્ધ અગાઉ જામનગર સીટી પોલીસ સ્ટેશને જુગારના કેસમાં ગુનો નોંધાયેલો




