Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લામાં ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઈ

દરેક પરીક્ષા સ્થળે CCTV કેમેરા વ્યવસ્થા કાર્યરત અને સુચારુ હાલતમાં રાખવા વિશેષ ભાર મૂકાયો તમામ સરકારી પ્રતિનિધિઓને ઝોન કચેરીથી પ્રશ્નપત્ર મેળવવા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ સુરક્ષિત પરત જમા કરાવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું બોર્ડની તમામ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અવ્યવસ્થા સર્જાય નહીં તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેઃ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી … Read more

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાન્નિધ્યમાં બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓનો ભવ્ય સમાગમ.

વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ પણ રુદ્રપૂજા નું ભવ્ય આયોજન મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આર્ટ ઓફ લિવિંગના બેંગલોર સ્થિત આતંરરાષ્ટ્રીય કેન્દ્ર પર દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓની ભવ્ય ભક્તિમય ઉપસ્થિતિ રહી જ્યાં તેઓએ શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો. આ ઉજવણીમાં ભક્તિમય સત્સંગ તેમજ મહારુદ્રપૂજા નું આયોજન … Read more

આર્ટ ઓફ લિવિંગના આંકલાવાડી સ્થિત આશ્રમમાં મહાશિવરાત્રિ નિમિત્તે વૈદિક હોમ અને પૂજાનું આયોજન, બેંગ્લોર સ્થિત આંતરાષ્ટ્રીય કેન્દ્રમાં પણ ૧૮૦થી વધુ દેશો ના લાખો શ્રદ્ધાળુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં ઉજવશે મહાશિવરાત્રિ ઉત્સવ

વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી શિવરાત્રિના ગહન મહત્ત્વને વ્યક્ત કરતાં કહે છે: “શિવરાત્રિ આ ભૌતિક જગત અને તમારા અંતર્મનના સૂક્ષ્મ લોક વચ્ચેનો એક સેતુ છે. આ અંતર્મુખી યાત્રા ભારે બાહ્ય વ્યસ્તતા કે શોરમાં શક્ય નથી; આ આંતરિક જોડાણનો ક્ષણ છે, મનોરંજનનો નહીં. કેટલાક લોકો તેને માત્ર એક અનુષ્ઠાન … Read more

GIDC ઓવરબ્રિજ પાસે થી LCB એ ઘાસના પૂળીયાઓની આડમાં રૂ. ૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

– મહારાષ્ટ્રથી ઘાસની પૂળીયાઓની આડમાં ચોરીછુપીથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ લાવવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિને વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે ઝડપી પાડ્યો છે.  સ્થાનિક ગુન્હા શોધક શાખાએ વાપી જીઆઈડીસી ઓવરબ્રિજ નજીક નેશનલ હાઈવે-૪૮ પર દરોડો પાડી રૂ. ૪૨.૩૯ લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સફેદ રંગના આઈસર ટેમ્પો (જીજે-૧૪-એક્સ-૬૬૦૧)માં ઘાસની … Read more

વલસાડ જિલ્લામાં તા. ૯ થી ૨૮ ફેબ્રુઆરી સુધી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ હાથ ધરાશે

જિલ્લામાં કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીએમજેએવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે કાર્ડ બનાવવાના બાકી હોય તેવા ૨૬૪૭૩૦ લાભાર્થીઓના કાર્ડ માટે મેગા કેમ્પ અને હાઉસ ટુ હાઉસ સર્વે કરાશે માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૦૭ ફેબ્રુઆરીઆયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં એનએફએસએના કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીએમજેએવાય કાર્ડ બનાવવામાં આવ્યા … Read more

ભિલાડ અને ઉમરગામ મરીન વિસ્તારમાં થયેલા લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓની ધરપકડ

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હથિયારધારી ટોળકી દ્વારા કરાયેલા લૂંટના બે મોટા ગુનાઓનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગે વલસાડ જિલ્લા તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વારંવાર લૂંટના ગુનાઓ આચર્યા હતા. ગઈ તા. 30 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે ફણસા, ઉમરગામ ખાતે ત્રણ અજાણ્યા બદમાશોએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને બંદૂક જેવા હથિયારો બતાવી પરિવારને ઊંઘમાંથી જગાડ્યા. … Read more

મેરિલની SASCI આફ્રિકા PCR 2026માં મજબૂત હાજરી, આધુનિક કાર્ડિયોવાસ્ક્યુલર ટેક્નોલોજી પ્રદર્શિત

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મેરિલની નોંધપાત્ર હાજરીSASCI આફ્રિકા PCR 2026 કોન્ફરન્સમાં મેરિલ કંપનીએ પોતાની મજબૂત અને સફળ હાજરી નોંધાવી છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્ડિયોવાસ્ક્યુલર કોન્ફરન્સમાં મેરિલે નવીન ટેક્નોલોજી અને સંશોધન આધારિત માહિતી રજૂ કરીને વૈશ્વિક મેડિકલ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ મજબૂત બનાવી છે. કંપનીના સ્ટોલ પર વૈજ્ઞાનિક ચર્ચાઓ અને ટેક્નિકલ માહિતીનું કેન્દ્ર બની ગયું હતું, જ્યાં અનેક … Read more

ભારતીય માલ પરના ટેરિફને 50%થી ઘટાડીને 18% થતા વાપી ફાર્મા ઉધોગોને ફાયદો થવાની શક્યતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરાર અંતર્ગત ભારતીય માલ પરના ટેરિફને 50%થી ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી છે. આ કરાર ફેબ્રુઆરી 2026માં પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત પછી થયો છે. આ નિર્ણયથી ખાસ કરીને ગુજરાતના વાપી વિસ્તારની ફાર્મા ઉદ્યોગને મોટો ફાયદો થવાની શક્યતા છે. પહેલાની સ્થિતિ કેવી હતી? 2025માં ટ્રમ્પ સરકારે … Read more

આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ વાપીમાં ‘બ્લડ ડોનેશન કેમ્પ’નો કાર્યક્રમ યોજાયો…

આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ વાપીમાં તારીખ 3/2/2026ના દિને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. પ્રતિવર્ષની માફક સંસ્થાના પ્રેરણાસ્ત્રોત એવા સ્વ.શ્રી રમણલાલ કુંવરજી દેસાઈ અને સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબના જન્મદિન નિમિત્તે સમાજને ઉપયોગી થવાના હેતુસર આ શુભ વિચારધારા લોકો સુધી પહોંચે એ માટે ‘બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવેલ હતું. … Read more

error: Content is protected !!