
મહારાષ્ટ્રના અંધેરી ખાતે આવેલી હોટલ ધ લલિતમાં લેન્ડલાઈન નંબર ઉપર ફોન કરીને હોટલમાં પાંચ જગ્યાએ બોમ્બ મૂકી ઉડાવી દેવાની ધમકી આપી થ્રેટ કોલ કરનાર બે ઇસમોને મુંબઈ પોલીસે તપાસના આધારે વાપીના છીરી પાસેથી ઊંચકી ગઈ છે જેમાં પકડાયેલા ઈસમ પૈકી એક vodafone કંપનીના સીમકાર્ડ વેચતો ડિસ્ટ્રીબ્યુટર હોવાનું બહાર આવ્યું છે
મહારાષ્ટ્રના અંધેરી ખાતે આવેલી ધ હોટલ લલિત ખાતે થોડા દિવસ પહેલા લેન્ડલાઈન નંબર ઉપર કોઈએ ફોન કરી હોટલમાં પાંચ બોમ્બ મૂકી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને જો તેમ ન કરવા માંગતા હોય તો પાંચ કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી? જો કે આ અંગે ગંભીરતા દાખવી હોટલના જીએમ દ્વારા નજીકના પોલીસ મથકમાં ફરિયાદ કરતા મહારાષ્ટ્ર પોલીસે કેટલાક મોબાઈલ નંબરના લોકેશન અને તે બાદ લોકેશન ગુજરાતના વાપી ખાતે મળી આવતા તેમણે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા ને સંપર્ક કર્યો હતો અને જે બાદ એસોજી ની ટીમ દ્વારા આ સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ખંડણી અને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવા બાબતે વાપી નજીક આવેલા છેરી ખાતે રૂમ નંબર ત્રણ રાજેશભાઈ ની ચાલમાં રહેતા વિક્રમ કુમાર શશીભૂષણસિંગ તેમજ છીરી ઢોળીયાવાડમાં આવેલા પ્રવીણભાઈની ચાલમાં રહેતા યેશું કુમાર ઓમ પ્રકાશ સિંગ ની ધરપકડ કરી હતી જેમની પાસે થી 7 મોબાઈલ ફોન આજે 12 થી વધુ ચાલુ સીમકાર્ડ મળી આવ્યા હતા પકડાયેલા બંને ઈસમોને તપાસ દરમિયાન પોલીસ એ પૂછપરછ કરતા યેશું કુમાર સિંગે કબૂલ કર્યું કે ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે તેમણે આ પ્લાન બનાવ્યો હોવાનું જણાવ્યું હતું તો કે હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી તેમને વધુ તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસને હવાલે કર્યા છે








