ચીંચાઈના સરપંચના પતિદેવની મુલાકાત લેવા સિવિલ હોસ્પિટલમાં અન્ય ગામના સરપંચ અને અગ્રણી પહોંચ્યા

On: December 1, 2023 3:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ભાજપના કાર્યકર્તા અને અન્ય ગામના સરપંચો પહોંચ્યા હોસ્પિટલ

ચીંચાઈ ગામના સરપંચના પતિદેવ ને થયેલ હાથ ની ઇજા બાદ હાલ તેઓ સિવિલ માં સારવાર હેઠળ છે ત્યારે આજે ભાજપ કાર્યકર્તા અને અન્ય ગામના સરપંચ અને ડૉ.હેમંતભાઈ પટેલ એ મુલાકાત લઈ સમગ્ર કિસ્સામાં હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો તેમણે કહ્યું હતું કે તેમને ન્યાય પાલિકા અને કાયદા ઉપર વિશ્વાસ છે કે સમગ્ર કેસ માં નિષ્પક્ષ રીતે ન્યાય મળશે ..

ધરમપુર વિધાન સભા ક્ષેત્રમાં આવતા ચીંચાઈ ગામના સરપંચ ના પતિદેવ દશરથ ભાઈ ને રૂરલ પોલીસ મથકે દારૂ ના કેસ બાબતે તેમના ગામ માં થયેલ હોબળા બાબતે પૂછ પરછ કરવા માટે બોલાવવા માં આવ્યા હતા જ્યાં તેમને હાથમાં ઇજા થતાં સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ એક અકસ્માત હતો કે પ્રયાસ તે બાબતે હજુ પણ રહસ્ય અકબંધ છે ત્યારે આજે મોડી સાંજે ભાજપના કાર્યકર્તા અન્ય ગામના સરપંચ નીતિનભાઈ ગુંદલાવ,નિલેશભાઈ ધમડાચી, ભુપેન્દ્રભાઈ ફ્લાધરા સરપંચના પતિદેવ અન્ય સરપંચો ઠાકોર ભાઈ  અને સાઈનાથ હોસ્પિટલ ના ડો. હેમન્ત પટેલે તેમની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછી સમગ્ર બાબત ની જાણકારી મેળવી ને તેમને યોગ્ય ન્યાય મળશે એવી આશા વ્યક્ત કરી હતી ડો.હેમન્ત ભાઈ પટેલે જણાવ્યું કે દશરથ ભાઈ સાથે તેમની વર્ષો થી મિત્રતા છે અને એક મિત્ર તરીકે તેઓ તેમના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!