વલસાડ જિલ્લામાં હવે રોડ બનાવવાની મૌસમ શરૂ થશે..ખરી..?

On: December 5, 2023 4:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લામાં મોટા ભાગના રોડ ની હાલત ખાસ્તા બની ચુકી છે ..સ્થાનિક લોકો રજુઆત કરી કરી થાકી ગયા પણ તંત્ર જાણે બેહરુ બની ગયું હોય એવુ જણાય છે 

હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય ઈશારે ચૂંટણી જાહેર થયા જ ફટાફટ બધા રોડો ના ખાત મુહૂર્ત અને બનાવવા ની કામગીરી શરૂ થશે..

લોકસભાની ચૂંટણીમાં લોકોના મતો પોતાની ઝોળીમાં પડે એવા ચોક્કસ હેતુ સાથે વિધિવત અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે જેવી ચૂંટણીની તારીખ જાહેર થશે કે તુરંત જ અનેક સ્થળે કોન્ટ્રાક્ટરો રોડ બનાવવા ની કામગીરી આરંભી દેશે..સામાન્ય રીતે ચૂંટણી જાહેર થયા બાદ કોઈ નવા વિકાસ ના કર્યો કરવામાં આવતા નથી પણ જો આવા કામ માટે પૂછવા જઈએ તો કોન્ટ્રકટ્રર પાસે કે રાજકીય નેતા પાસે રોડ ખાતા ના અધિકારી પાસે એક પેટર્ન શબ્દ રેડી હોય છે જેને તેઓ ” રોડ ની વહીવટી મંજૂરી તો ચૂંટણી જાહેર થયા પેહલા મળી ગઈ હતી એટલે હમણાં રોડ ચાલુ કર્યો” જનતા જાણે કઈ જાણતી નહીં હોય, છેલ્લા 3 વર્ષ માં 3 મહત્વના રોડ ઉપર થી પસાર થતા વાહન ચાલકો એ ખૂબ કષ્ટ અને વેદના ભોગવી છે જેની હાય ચોક્કસ પણે રાજકીય નેતા ઓને લાગશે..જેમાં પ્રથમ રોડ ચણોદ થી કરાયા થઈ નાનાપોઢા માર્ગ..બીજો ધરમપુર કરંજવેરી થી  અસુરા થઈ ને પાનસ ખૂટલી થઈ કપરાડા જતો માર્ગ 

કપરાડા કુંભઘાટના રોડ ઉપર થી તો હવે 108 એમ્બ્યુલન્સ ચાલકો પણ પ્રસૂતા ને લઈ જતા પહેલા 100 વાર વિચાર કરવો પડે એમ છે ..વાયદા ના વ્યાપાર કરનારા રાજકીય આગવેનો પોતાના નયન પટલ ઉપર લાગેલી પટ્ટી દૂર કરી ને રોડ ની હાલત જુએ તો કદાચ બ્રહ્મજ્ઞા લાધે..એટલું જ નહીં સાંસદના ગામ પરિયા થી લઈ ને રાતા ખાડી કરવડ સુધીનો માર્ગ પણ છેલ્લા 2 વર્ષ થી ખખડધજ છે વાપી જનારા અનેક વાહન ચાલકો ની હાલત કફોડી છે જી આઈ ડી સી ના ભારે વાહનો ઓવરલોડ કન્ટેનરો બગવાડા નો ટોલ ટેક્સ બચાવી લેવા માટે  આજ માર્ગ થી નો ઉપયોગ કરે છે ત્યારે રોડ ઉપર ખાડા પડી જતા અકસ્માતો ની સંખ્યા વધી છે હાઇવેના કામ ન ડમ્પરો હોય કે પછી બુલેટ ટ્રેન માટે લઈ જવાતી મશીનરી હોય તમામ આજ માર્ગે આવન જાવન કરે છે પણ જનતા ના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માં કોઈ રાજકીય આગેવાનો રસ નથી તેઓ ને રસ છે તો માત્ર ને માત્ર રીબીન કાપી ફોટો પડાવી સોસિયલ મીડિયામાં મૂકી લાઈક વધવા માં રસ હોય એવું જણાય છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!