Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું બાળકને જન્મ આપ્યા બાદ મોત

On: October 18, 2023 3:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મૃતક ના પરિવારજનોએ તબીબો ઉપર લગાવ્યા આક્ષેપ મૃતક મહિલાની બોડી ન સ્વીકારવા સાથે કર્યો હોબાળો આદિવાસી આગેવાન કલ્પેશ પટેલ પણ સ્થળ ઉપર પહોંચ્યા

કપરાડા તાલુકાના માંડવા ગામે લગ્ન કરેલ અને મૂળ ધામણી ગામની મહિલા કવડાળ સુમિત્રા બેન ને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો 108 એમ્બ્યુલન્સ માં ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં પ્રસુતિ માટે લઈ આવ્યા હતા

જ્યાં ફરજ ઉપર ના તબીબે તપાસ કરતા તેને સિઝેરિયન ઓપરેશન કરી પ્રસુતિ કરાવવી પડશે એવું જણાવતા સ્થળ ઉપર હજાર પરિજનોએ એમના પતિ આવ્યા બાદ ઓપરેશન કરવા આગ્રહ કર્યો હતો પરંતુ મહિલાની સ્થિતિ જોતા ડોકટર દ્વારા ઓપરેશન કરી દેવાયુ હોવાનો પરિજનો એ આક્ષેપ કર્યો એટલું જ નહીં મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત લથડી અને મહિલાનું મોત થયું જે અંગે જાણકારી પરિવાર જનોને થતા પરિજનો એ ડોક્ટરો ની બેદરકારી ને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો કર્યો હતો એટલું જ નહીં ઘટના માં એક આદિવાસી મહિલાનું મોત થતા આદિવાસી સમાજના અગ્રણી કલ્પેશ પટેલ પણ હોસ્પિટલ ઉપર દોડી આવ્યા હતા અને પરિજનોની પડખે રહ્યા છે

હાલ તો ઘટના માં સ્ટેટ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબિબ સામે પરિવાર જનો દ્વારા અનેક આક્ષેપો થઈ રહ્યા છે અને મૃતકના પરિવાર જનોએ મહિલાની લાશ લેવાનો ઇનકાર કરી દેતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે કલ્પેશ પટેલ અને પરિવાર જનોની માંગ છે કે ઘટના માં દોષિત સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી માગ કરી રહ્યા છે

આદિવાસી સમાજના અગ્રણી કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ કાકડ કુવા ગામની એક મહિલાના મોત બાદ બે મહિલા તબીબ ઉપર ગંભીર આક્ષેપો થયા હતા આજે પણ તે પૈકી એક તબીબ ફરજ ઉપર હતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલ તો તમામ પરિજનો સ્ટેટ હોસ્પિટલમાં લાશ સ્વીકારવા નો ઇનકાર કર્યો છે ..તમામ લોકો સ્ટેટ હોસ્પિટલ ઉપર હાજર છે આ લખાય છે ત્યાં સુધી મૃતકના ન્યાય માટે આગેવાનો એકત્ર થયા છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!