Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડાના નાનાપોંઢાથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો, અત્યાર સુધીમાં કુલ ૨૮ સામે ગુનો દાખલ  

On: August 4, 2023 5:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાતમાં અધિકૃત રીતે ડૉકટરની પ્રેકટીસ કરવા માટે ગુજરાત રાજય મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે

આપના વિસ્તારમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતાં જણાઇ તો જિલ્લાનાં કંટ્રોલ રૂમ નં. ૦૨૬૩૨ – ૨૫૩૩૮૧ ખાતે સંપર્ક કરી  માહિતી આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આરોગ્ય શાખા દ્વારા બિન અધિકૃત રીતે પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને ઝડપી પાડવા અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત જિલ્લાનાં કંટ્રોલ રૂમ ખાતે એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ડોકટર અંગે માહિતી મળતા તા. ૦૩/૦૮/૨૦૨૩ નાં રોજ કપરાડા તાલુકાનાં સુખાલા પ્રા.આ.કેન્દ્ર વિસ્તારનાં નાનાપોંઢા વાપી રોડ પર મસ્જીદની બાજુમાં લીમડા પાસે પુષ્પ મંજુળા નામે ક્લિનિક ચલાવી સારવાર આપનાર ૫૧ વર્ષીય બોગસ ડોકટર જિતેન્દ્ર રામકૃષ્ણરાવ સુળકે (મુળ રહે.નાગપુર માનેવાડા રોડ શ્રીહરિનગર -૨ પ્લોટ નં. ૫૧ ની સામે)ને ત્યાં તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રા.આ. કેન્દ્ર- સુખાલાની ટીમ તથા પોલિસની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ક્લિનિક ચલાવનાર બોગસ ડોકટર પાસે કોઇ પણ સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ મળી ન આવતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

  ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ તથા ઇ.પી.કો.-૨૬૯, ૩૩૬ હેઠળ તથા  ધી ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એકટનાં સેકશન ૧૫, ઇ.પી.કો. ની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ બિન અધિકૃત રીતે પ્રેકટીસ કરતાં બોગસ ડોકટર વિરૂધ્ધ કાર્યવાહી કરી શકાય છે. માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી માનવ જિંદગી જોખમાય, ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરવીએ કાયદાકીય રીતે ગુનો બને છે. ભવિષ્યમાં આવા બોગસ ડોકટર અંગેની માહિતી ઇ-મેલ દ્વારા, ટેલિફોનિક સંદેશો મળ્યેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા આવા બોગસ ડૉકટરો સામે કાર્યવાહી કરવા તત્પર છે.   ગુજરાત રાજયમાં અધિકૃત રીતે ડૉકટરની પ્રેકટીસ કરવા માટે ગુજરાત રાજય મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે. જિલ્લા પંચાયત તંત્ર આવા બોગસ ડોકટરો સામે નિયમોનુસાર પગલાં લેવાં તૈયાર છે. આપના વિસ્તારમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતાં જણાઇ તો જિલ્લાનાં કંટ્રોલ રૂમ નં. ૦૨૬૩૨ – ૨૫૩૩૮૧ ખાતે સંપર્ક કરી  માહિતી આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

                ઉલ્લેખનીય છે કે, આજ દિન સુધી વલસાડ જિલ્લામાં કુલ ૨૮ બોગસ ડૉકટરની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં વલસાડ તાલુકામાં ૨ પારડી તાલુકામાં ૧ વાપી તાલુકામાં ૧૧ ઉંમરગામ તાલુકામાં ૪ ધરમપુર તાલુકામાં ૪ અને કપરાડા તાલુકામાં ૬ બોગસ ડોકટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!