ધરમપુર ડેપોમાં ઇનવર્ટરના અભાવે પાવર કટ દરમ્યાન વિધાર્થીપાસ કઢાવમાં હાલાકી 

On: August 5, 2023 6:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
પાસ કઢાવવા લાઈનમાં ઉભેલા વિધાર્થીઓ


દૂર  દૂર ના ગામોથી આવતા વિદ્યાર્થીઓની હાલત દયનિય સમય પૈસા નો વ્યય થતો હોવાની બૂમ 

વલસાડ જિલ્લા એસ ટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને એસ ટી બસ માં રાહત દરે પાસ આપવામાં આવે છે જે રીન્યુ કરાવવા માટે દર માસે વિદ્યાર્થીઓને ડેપો ઉપર જવું પડે છે પણ સ્થિતિ એવી કપરી છે કે જ્યારે પણ ધરમપુર ડેપોમાં પાવર કટની સમસ્યા હોય ત્યારે ઓનલાઈન પાસ કાઢી શકાતા નથી અને અનેક વિદ્યાર્થીઓને પાસ નહિ નીકળે એવા જવાબો મળતા દૂર દૂર થી આવતા વિધાર્થીઓની હાલત ખરાબ થાય છે 

ધરમપુરના એસ ટી ડેપો નો ઉપયોગ ધરમપુર અને તેની આસપાસમાં આવેલા 200 થી વધુ ગામોના લોકો કરે છે. જેમાં મોટા ભાગે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી છે જેમને રાહત દરે પાસ મળે છે .જે દર માસે કે દર 3 માસે રીન્યુ કરવા પડતા હોય છે પરંતુ એસ ટી ડેપોમાં ઇનવર્ટર ના હોવાને લીધે જ્યારે પણ પાવર કટ જેવી સમસ્યા સર્જાય છે ત્યારે વિધાર્થીઓ ને કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે.આજે પણ શનિવાર ના રોજ સવાર થી પાવર કટ ની સમસ્યા હોય અનેક વિધાર્થીઓ પાસ કઢાવવા માટે લાંબી લાઈનો માં ઉભેલા જોવા મળ્યા પરંતુ પાવર ન હોવાનું જણાવી ને તેઓને પરત મોકલી દેવામાં આવે છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર રાજકીય આગેવાનો અને એસ ટી તંત્ર અહીં દિવસ દરમ્યાન પાવર કટ હોય ત્યારે પણ માસિક પાસ કાઢી આપવામાં આવે એ માટે ઇનવર્ટર ની વ્યવસ્થા ઉભી કરે એવી માંગ કરવામાં આવી રહી છે 

અહીં મોટી કોરવડ તૂટરખેડ,ખોબા,સહિત અનેક અંતરિયાળ ગામોના વિધાર્થીઓ પણ પાસ કઢાવવા માટે આવે ત્યારે તેઓને બસ વીલા મોઢે પરત થવું પડે છે અને ફરી બીજા ત્રીજા દિવસે અહીં આવવાની ફરજ પડે છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!