સાયબર ક્રાઇમ અને ટ્રાફિક નિયમો અંગે સ્કૂલના વિદ્યાર્થીઓને જાગૃત કરાયા

નાની દમણ પોલીસ સ્ટેશન અને સાયબર સેલ ટીમ, મહિલા સેલ ટીમ દ્વારા સાર્વજનિક શાળામાં એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની દમણ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, વુમન સેલ ટીમ અને સાયબર સેલ તરફથી PSI મારિયા પરેરા. સ્ટાફ સુનિલ બિશ્નોઈ, મયુર પટેલ તથા અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમના પ્રકારો અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ મહિલાઓને લગતા ગુનાઓ અને ટ્રાફિકના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની નશીલા પદાર્થોના સંપર્કમાં ન આવવા અંગે માહિતી આપવામાં આવી હતી. અને કોઈપણ પ્રકારની મદદ માટે તમે નીચેના નંબર પર કોલ કરી શકો છો.
નાની દમણ પોલીસ સ્ટેશન :- 0260-2254999,
વુમન સેલ દમણ:- 0260-2251433
સાયબર સેલ નંબર:- 1930
પોલીસ કંટ્રોલ રૂમ:- 0260-





