Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રેઇમ્બો વોરિયર્સ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 

On: June 19, 2023 3:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રેઇમ્બો વોરિયર્સના શંકરભાઇ પટેલને ધરમપુરના બ્લડમેન તરીકે નામ અપાયું

ધરમપુરમાં છેલ્લા કેટલાક સમય થી શૈક્ષણીક સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનારી સંસ્થા રેઇમ્બો વોરિયર્સની ટીમનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ ધરમપુર કાનજી ફળીયા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ડો.હેમંતભાઈ પટેલ તથા ડૉ. રિતેશ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી 

ધરમપુર અને તેની આસપાસના ગામોમાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ સાથે સંયુક્ત રીતે લાઈબ્રેરી ઉભી કરી જરૂરિયાત મંદ બાળકોની વાંચન ભૂખ પૂર્ણ કરવા હોય કે પછી હોસ્પિટલને બિછાને પડેલ દર્દીઓ માટે રક્ત એકત્ર કરવાની જો કોઈ ચિંતા કરતી હોય તો તે રેઇમ્બો વોરોયર્સની ટિમ સતત કામગીરી કરે છે 

સ્નેહમિલન કાર્યક્રમમાં સ્વ.દિનેશભાઇ પટેલ જેઓ રેઇમ્બો વોરિયર્સના મુખ્ય પાયાના કાર્યકર હતા તેમની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જે પણ ગામોમાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી એ તમામ ગામના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં આવધા, ખારવેલ,ધરમપુર,મરઘમાળ, ફ્લાવર સીટી તથા શિક્ષકોમિત્રોનો સમાવેશ થાય છે.  શરૂ કરવામાં આવેલી લાઇબ્રેરીમાં બાળકો માટે વડીલો અને ખેડૂતો માટેના પુસ્તકો મુકવામાં આવ્યા છે  સાથે આવધા સાકાર વાંચન કુટિર જ નહીં  ઠેર ઠેર લાઈબ્રેરી  શરૂ કરવામાં આવી છે .નાની ઢોલ ડુંગરી,મરઘમાલ, સાવરણી, ખારવેલ, નડગધરી, કાકડવેરી, આંબાતલાટ કુલ 8 જગ્યા ઉપર વાંચન કુટિર  શરૂ કરી  છે આંબાતલાટમાં ઉમિયા સોશ્યલ ગ્રુપ દ્વારા ઉમિયા વાંચન કુટિર શરૂ કરી ચુક્યા છે. એજ પ્રમાણેના પુસ્તકો લાઇબ્રેરીમાં મુક્યા છે કાકડવેરીમાં 1500 વાંચકો નોંધાયા છે 

આ પ્રસંગે હાજર રહેલા તમામ મહેમાનોએ રેઇમ્બો વોરિયર્સ માટે વિચારો રજૂ કર્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી જેમાં આદિવાસી એકતા પરિષદના કમલેશભાઈ પટેલ,ખારવેલ સ્કૂલના પુખરાજભાઈ,મરઘમાળના સરપંચ રજનીકાંતભાઈ, ખારવેલનાં સરપંચ રાજેશભાઈ તેમજ સાઈનાથ હોસ્પિટલના ડો.હેમંત ભાઈ પટેલ, ચાઈલ્ડ કેર હોસ્પિટલ ધરમપુર ના ડૉ.રિતેશભાઈ પટેલે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા 

 ડો.હેમંત પટેલે ટકોર કરતા કહ્યું કે માત્ર બ્લડ આપવા માટે મદદ કરો એ બરાબર છે પણ જેને પણ બ્લડ આપો તેમની પાસે પણ એક યુનિટ બ્લડ લેવાનો આગ્રહ રાખો જેથી બ્લડનું હકીકતમાં કેટલું મહત્વ છે તે જેને જરૂરિયાત ઉભી થઇ છે એમને પણ સમજાય. ડૉ.હેમંતભાઈએ બાળકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક આપવા અને વ્યાયામ થાય તે માટે વાલીઓ એ ભાર મુકવા જણાવ્યું હતું જંકફૂડ કેટલું નુકશાનકર્તા છે તે બાબતે લોકોને માહિતગાર કરી ચિંતા વ્યક્ત કરી હતી કે આવનારા વર્ષોમાં 30 ની ઉમરે જ યુવાનો કેન્સર કે ડાયાબીટીસ જેવા રોગનો શિકાર બની જશે. 

આદિવાસી એકતા પરિષદના કમલેશભાઈ પટેલે જણાવ્યું કે વર્તમાન સમયમાં લોકોને એક બીજા માટે પણ સમય નથી પણ આજે જે લોકો ભેગા થયા છે એ સમાજ માટે કંઈક કરવા કોઈનું ભલું થાય એવી ઉચ્ચ ભાવના સાથે તમામ લોકો એકત્ર થયા છે અને એ વિચાર સ્વ.દિનેશભાઇ એ શરૂ કર્યો હતો જે આજે રેઇમ્બો વોરિયર્સ ની ટીમે જાળવી રાખ્યો છે સતત તેઓ સેવાકીય કામગીરી માં પ્રયત્નશીલ છે

આ પ્રસંગે રેઇમ્બો વોરિયર્સના શંકરભાઇ પટેલે વર્ષીક અહેવાલ ની જાણકારી આપતા જણાવ્યું કે અત્યાર સુધી.આ વાંચન કુટિર 8 શરૂ કરી છે રક્તદાન કેમ્પ 7 યોજી 334 યુનીટ એકત્ર કરવામાં સફળતા મળી છે  એક વ્યાયામ શાળા અને બે રામ મંદિર બનાવ્યા છે આરનાલામાં મદદ કરી છે. રમતગમતના સાધનો આપ્યા છે. અત્યાર સુધી 16 સ્કૂલમાં પતરા ના સેડ અને મકાનોના રંગ રોગાન અને રીપેર કરી આપ્યા છે. ભીનાર મુકામે સાયન્સ લેબમાં બે લાખના સમાન આપ્યા છે . હવે પછી અન્ય ગામોમાં પણ સરવે  કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીને જોતા લાઈબ્રેરી બનાવીશું 

કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં રેઇમ્બો વોરિયર્સની ટિમના સભ્યો અગ્રણીઓ હાજરી આપી હતી

      કાર્યક્રમ ને સફળ બનાવવા કાનજી ફળિયા ના યુવાનો તથા Rainbow warriors Dharampur પરિવાર ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી. 

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન Rainbow warriors Dharampur ગ્રુપના સભ્યો તથા કો. ઑ શંકર પટેલે કર્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!