Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આંગણવાડીમાં બાળકોને યોજનો લાભ મળે છે એમ બતાવવા કોઈ એ ખોટું રજિસ્ટર બનાવ્યું તો કોઈ આરોગ્ય સંજીવની નું દૂધ પણ ન છોડ્યું

On: June 19, 2023 2:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હાજુ પણ કપરાડા અને ધરમપુરના ઊંડાણના ગામોમાં આકસ્મિક તપાસ ની જરૂર 


જિલ્લા વિકાસ અધિકારીના નિર્દેશ અનુસાર કોલ સેન્ટર શરૂ કરી તપાસ કરતા ધરમપુરના કાકડ કૂવામાં આંગણવાડી લાભાર્થીના નામનું આખેઆખુ રજિસ્ટર ખોટું બનાવી કાઢ્યું હતું તપાસ અધિકારી સ્થળ ઉપર પહોંચતા લભાર્થીએ કહ્યું કોઈ લાભ મળ્યો જ નથી તો વલસાડના વાંકલ સેજા માં આવતી ચીંચાઈ 2 માં  દૂધ સંજીવની યોજનાનું દૂધ નો લાભ કોઈ અન્ય સ્થળે જ મળતો હોવાનું બહાર આવતા વલસાડ અને ધરમપુર જિલ્લામાં આંગણવાડીમાં ફરજ પ્રત્યે બેદરકારી બદલ 24,475 નો દંડ કરાયો

વલસાડ જિલ્લામાં આઈ સી ડી એસ વિભાગમાં લાગુ કરવામાં આવેલી યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં તે માટે એક કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા દરેક આંગણવાડી કાર્યકર ને અને લાભાર્થીઓને ટેલિફોનિક પૂછપરછ કરતા જ નાના ભૂલકા માટે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનાનો લાભ તેઓ સુધી પહોંચતો નથી તો દૂધ સંજીવની યોજના જે નાના બાળકોને સ્વાસ્થ્ય માટે સમતોલ આહાર છે તેવા દુધના પાઉચ પણ બાળકો સુધી પહોંચતા નથી તે તપાસ માં બહાર આવ્યું છે 

વલસાડ તાલુકાની ઘટક 3 માં આવતા વાંકલ સેજાની ચીંચાઈ 2 આંગણવાડીમાં દૂધ સંજીવની યોજનાનું દૂધ જ ગાયબ થઈ જતું હતું જેનો લાભ કોણ લેતું હતું એ તો તપાસ નો વિષય છે જોકે સમગ્ર બાબતે ઉચ્ચ અધિકારીને જાણકારી મળતા ફરજ પ્રત્યે બેદરકારી બદલ આંગણવાડી કર્મચારી પાસે રૂપિયા 1762 ની વસુલાત કરાઈ છે જ્યારે ધરમપુર ઘટક 2 કાકડ કુવા સેજા ની  બારોલિયા મધળદેવી ફળીયા માં યોજનકીય લાભ મળ્યો હોવાનું રજિસ્ટર જ આંખે આખું નામ લખી બનાવી દેવાયું પણ જ્યારે અધિકારીઓ રજિસ્ટર ના નામ આધારે લાભાર્થી ના ઘરે જઈ તપાસ કરતા તેઓને સમગ્ર બાબતની ખબર નથી અને યોજનનો લાભ મળતો ન હોવાનું જણાવ્યું હતું જે અંગે આંગણવાડીના કર્મચારીને નોટિસ આપી ને રૂપિયા 11,725 ની રકમ દંડ કરવામાં આવ્યો છે જ્યારે ધરમપુર માં જ ઘટક 3 માં પિંડવળ સેજા ની  પંગાર બારી 1 આંગણવાડી પણ ફરજ પ્રત્યે બેદરકારી બદલ 10,988 રૂપિયા નો દંડ ભરાવવા માં આવ્યો છે આમ કુલ 24,475 જેટલો દંડ વસૂલી સરકાર માં જમા કરવામાં આવ્યો છે 

આમ આઈ સી ડી એસ વિભાગમાં બાળકોના માટે આવતી યોજનો લાભ બાળકોને નહીં પણ કેટલાક આંગણવાડી કર્મચારીઓ જ પોતે આરોગી જતા હોવાનું ખુદ આઈ સી ડી એસ વિભાગની તપાસ માં બહાર આવ્યું છે જોકે ડી ડી ઓ દ્વારા શરૂ કરવામાં આવેલ પારદર્શી કામગીરી નો વહીવટ ખૂબ ઉમદા છે પરંતુ કપરાડા અને ધરમપુર ના ઊંડાણ ના ગામોમાં પણ હજુ આકસ્મિક ચેકીંગ કરવામાં આવે તો હજુ પણ વધુ કૌભાંડ બહાર આવી શકે એમ છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!