ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થયેલ અને વિધવા મહિલાનું પરિવાર ભારે સંકટમાં મુકાયેલ.

આ વાતની જાણ સમસ્ત આદિવાસી સમાજની ટીમને થતાં નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી નિરવ પટેલ અને એમની ટીમના મંગુભાઇ,ઉમેશભાઈ,મયુર,કાર્તિક,ચકો મોગરાવાડી સહિતનાઓ દ્વારા પરિવારને આશરે 1-1.5 મહિના ચાલે એટલા અનાજ કરિયાણાની સહાય કરવામાં આવી.નોંધનીય બાબત એ હતી કે સવારે ઘર સળગ્યું અને સાંજ સુધીમાં તો ગામલોકોએ પાઘડી ફાળો કરીને નવા પતરા,જમવાની,ઢોર-ઢાંખર માટે ચારોપાણી સહિતની 90% વ્યવસ્થા કરી આપી માનવતા મહેકાવી ગ્રામ્યજનોની એકતાના દર્શન કરાવ્યા.

આ પ્રસંગે ડો.નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારે ટીમ સાથે પીડિત પરિવારને મદદરૂપ થવા જવાનું થયું ત્યારે આશરે 250-300ની આસપાસ લોકોએ ઉપસ્થિત રહી યથાશક્તિ મદદરૂપ થવાના અમારી ટીમના આ પ્રસંગને દીપાવ્યો.આવી જ એકતા,ભાઈચારો અને સંપ દેશના તમામ પ્રદેશના લોકો રાખશે તો દેશનું કોઈપણ વ્યક્તિ દુઃખી નહીં રહેશે.





