ધરમપુરના ઉકતા ગામે થી ખુંખાર દીપડી પાંજરે પુરાઈ

On: March 28, 2023 9:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઉકતા ગામે છેલ્લા કેટલાક સમય થી દીપડી દેખા દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઉકતા ગામે રહેતા વિરલ ભાઈ ને ત્યાં રાત્રી દરમ્યાન આવેલ દીપડીને તેમના ત્યાં પાળેલા શ્વાસ પાસે આવતા શ્વાસ ભસવા માંડતા તેઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા સમગ્ર ઘટના તેમના ઘરના સીસીટીવીમાં કેદ થઈ હતી આ ઘટનામાં.સીસીટીવીમાં દીપડી દેખા દેતા આ અંગે તેમણે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગે સ્થળ ઉપર પીંજરું ગોઠવતા ગઈ કાલે મોડી રાત્રે 12 વાગ્યે દીપડી પાંજરે પુરાઈ હતી જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા  ફોરેસ્ટ અધિકારી હિરેન ભાઈ પટેલના જણાવ્યા અનુસાર પકડાયેલ દીપડી દોઢ થી 2 વર્ષની છે તેમજ પડકાયેલ દીપડી ને જીપી એસ ચિપ લાગવી ને ફરી નેશનલ પાર્કમાં મુક્ત કરવા માટે ની જંગલ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે 

છેલ્લા કેટલાક સમય થી દીપડા ના આતંક ને કારણે રાત્રી દરમ્યાન સ્થાનિકો અંધકાર માં એકલા બહાર નિકળવાનું પણ ટાળી દેતા હતા આજે જ્યારે લોકોને ખબર પડી કે દીપડી પાંજરે પુરાઈ છે ત્યારે સ્થાનિકોએ રાહત નો શ્વાસ લીધો છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!