પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદા વધારાઈ

On: March 28, 2023 10:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

30 જૂન 2023 છેલ્લી તારીખ રહશે

પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી અનેક લોકો ધર્મ ધક્કા ખાઈ રહ્યા હતા સાથે જ બંનેને લિંક કરવા માટે રૂપિયા 1000 જેટલી પેનલ્ટી ચૂકવવાની પણ વાત હોય અનેક લોકો આંટાફેરા કરી રહ્યા હતા સાથે જ છેલ્લી તારીખ 30 હોવાને લઈને લોકો વધુમાં વધુ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા દોડાદોડી કરી રહ્યા હતા જો કે આવા લોકો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે સરકારે પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદા તારીખમાં વધારો કર્યો છે અને હવે ત્રણ મહિના સુધીમાં વધુ સમય આપવામાં આવ્યો છે એટલે કે આગામી તારીખ 30 જૂન સુધી પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવી શકાશે આ સમાચાર આવતા જ અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે

જોકે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક ન હોવાને કારણે અનેક નાણાકીય વ્યવહારો અને બેન્કિંગ ને લગતા અનેક કામો અટકી પડે તેવી શક્યતાઓ હોવાને લઈને અનેક લોકો તે લીંક ન હોવાને કારણે મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ હવે સરકારે સમય મર્યાદામાં વધારો કરતા લોકોએ પણ રાહત અનુભવી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!