Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ફિલ્મોના રવાડે ચડી પ્રેમમાં પાગલ બનેલી યુવતી પ્રેમી સાથે ઉત્તર પ્રદેશ ભાગી ગઈ પરંતુ વાસ્તવિકતા ખબર પડતા ક્ષણ ભંગુર પ્રેમની હવા નીકળી ગઈ

On: March 27, 2023 12:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઉત્તર પ્રદેશ પહોંચેલી યુવતીને વાસ્તવિકતાનું ભાન થતા પરિજનોની યાદ આવી 

ધરમપુર નજીકમાં આવેલા એક ગામની યુવતીને ફિલ્મોના રવાડે ચડી એક યુવક સાથે આંખ મળી જતા અનેક જગ્યા ઉપર ફર્યા બાદ આ યુવતી યુવક સાથે છેક ઉતર પ્રદેશ સુધી પોતાના પરિવારને છોડીને ચાલી ગઈ હતી જો કે ત્યાં પહોંચ્યા બાદ ક્ષણ ભંગુર પ્રેમ વાસ્તવિકતા જોતા હવા નીકળી ગઈ હતી અને ઘરે પરત ફરવા માટે ચોધાર આંસુએ રડવા માંડી હતી ના તો ત્યાં ભાષા સમજમાં આવતી હતી કે ત્યાંના લોકો તેની લાગણીને સમજી શકતા હતા. આખરે આ યુવતીએ પંખે લટકીને આત્મહત્યાના પ્રયાસ કરતા યુવકના પરિવારજનોએ યુવતીના પિતાનો સંપર્ક કરી તેને લઈ જવા જણાવ્યું હતું અને તે બાદ ગામના અગ્રણીઓ સાથે કેટલાક લોકો ઉત્તર પ્રદેશ પહોંચી આ યુવતીને હેમખેમ ઘરે લઈ આવ્યા હતા. આમ ફિલ્મોના રવાડે ચડીને થયેલો પ્રેમની હવા વાસ્તવિકતા જોતા ઓગળી ગઈ હતી

ધરમપુર નજીકમાં આવેલા એક ગામમાં રહેતી વનિતા નામ બદલ્યું છે આદિવાસી સમાજની દીકરી હતી જે પોતાના પરિવારનું જીવન ભરણપોષણ કરવા માટે ધરમપુરના ગામથી વહેલી સવારે ઇકો કારમાં બેસીને દમણની એક કંપનીમાં નોકરી કરવા જતી હતી વનીતા એ માંડ માંડ યુવાનીમાં હજુ પગ જ મૂક્યો હતો ત્યાં તેની ઓળખ ઉત્તર ભારતીય સમાજના એક યુવક જે કંપનીમાં તેની સાથે કામ કરતો હતો તેની સાથે થઈ હતી વર્તમાન સમયમાં ચાલી રહેલા ફિલ્મોના રવાડે ચડી યુવાનીના ઉંમરે પ્રવેશતી યુવતીઓ ફિલ્મોમાં જોઈ આકર્ષણને પ્રેમ સમજી લેતી હોય છે વનિતા સાથે પણ કંઈક એવું જ બન્યું ઉત્તર ભારતીય સમાજનો યુવક રામ કિશન નામ બદલ્યું છે બંનેને આંખ મળી જતા એકબીજા સાથે રહેવાના વચનો લઈ લીધા હતા અને બંને અનેક જગ્યાઓ પર હરિયા ફર્યા બાદ અચાનક એક દિવસ યુવતી પોતાના ઘર પરિવારને છોડી રામકિશન સાથે રહેવા પહોંચી ગઈ હતી જો કે સમગ્ર બાબતની જાણ યુવતીના પરિવારને થતા તેમણે આ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. આ બંને સુધી પરિવાર પહોંચે તે પહેલા જ યુવક અને યુવતી બંને ઉત્તર પ્રદેશના પોતાના ગામ ચાલી ગયા હતા જો કે થોડા દિવસ બાદ જ રહેણી કરણી રીત ભાત અને ઉત્તર ભારતીય સમાજના રિવાજો જોઈ આ યુવતી મૂંઝવણમાં મુકાઈ હતી એટલું જ નહીં ફિલ્મોના રવાડે ચડીને જોયેલા અનેક સ્વપ્ન વાસ્તવિક દુનિયા કરતાં અનેક ગણાં જુદા અને અઘરા હોવાને લઈને આ યુવતી ની આંખ ભીની થતા રોકી શકાય નહીં અને યુવતી ને પોતાના પરિવારજનો અને ઘર ની યાદ સતાવવા માંડી હતી અને માત્ર આકર્ષણને પ્રેમ સમજી બેસેલી આ યુવતી આખરે ભાંગી પડી હતી અને સતત રડતી અને આક્રાંત કરતી રહેતી હતી જેના કારણે યુવકના પરિજનો પણ મૂંઝવણમાં મુકાયા હતા પોતાના પરિવારમાં છૂટથી અને સ્વેચ્છાએ અનેક જગ્યાએ હરતીભરતી યુવતી હવે માત્ર ચાર દીવાલોમાં કલાકો સુધી રહેવાની ફરજ પડતી હોય તેનાથી ખોટું પગલું ભરાઈ ગયું હોવાનું જાણી આ યુવતી પોતે જીવન ટૂંકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. યુવકના પરિવારજનો આ સમગ્ર બાબત જાણી ડગાઈ ગયા હતા યુવકના પરિવારજનોએ યુવતીના પિતા નો સંપર્ક કરી યુવતીને પરત ઘરે લઈ જવા માટે જણાવ્યું હતું જોકે છેક ઉત્તર પ્રદેશ સુધી જવા માટે કોઈ તૈયાર ન હતું પરંતુ ગામના બે અગ્રણીઓ યુવતીના પિતા અને અન્ય બે જણા મળી કુલ પાંચ થી છ જેટલા લોકો આખરે યુવતી ને લેવા માટે ઉત્તર પ્રદેશ પર પહોંચ્યા હતા જ્યાં અગાઉથી નક્કી થયા મુજબ રેલવે સ્ટેશન ઉપર જ લખાણ કરી યુવતી ને આપી દેવાની વાત કરી હતી પરંતુ યુવતીના પિતા અને પાંચ લોકો રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા બાદ તુરંત જ યુવકના પરિવારજનો ફરી ગયા હતા અને તેમને રેલ્વે સ્ટેશનથી 15 કિલોમીટર દૂર લઈ જવા માટેની વાત કરતા યુવતી ને લેવા પહોંચેલા લોકો પણ થોડા સમય માટે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા જોકે બાદમાં ધરમપુરના એક અગ્રણી અને મૂળ ઉત્તર ભારતીય સમાજના હોય તેમણે ટેલીફોનિક વાતચીત કરી ત્યાંના કેટલાક સ્થાનિક અગ્રણીઓને પણ યુવતીને લેવા પહોંચેલા લોકો માટે સ્ટેશન ઉપર મોકલ્યા હતા જે બાદ તમામ લોકો નજીકની સરકારી કચેરી ઉપર પહોંચી વકીલની હાજરીમાં યુવતી ની પૂછપરછ કરી હતી અને યુવતીએ રડતા રડતા પિતા સાથે ઘરે જવાનું જણાવતા આખરે વકીલની હાજરીમાં લખાણ કર્યા બાદ યુવક યુવતીને છૂટા કરી યુવતીને પરત ઘરે લઈ આવ્યા હતા જોકે ઘરે આવ્યા બાદ યુવતીએ હવે ફરી કોઈની સાથે ન જવા માટે કાન પકડી લીધા હતા આમ ધરમપુરમાં બનેલો આ કિસ્સો વર્તમાન સમયના માતા પિતા અને યુવક યુવતીઓ માટે પણ એક લાલબત્તી સમાન બની ચૂક્યો છે હાલ તો આ યુપી હેમખેમ એના ઘરે પહોંચી ચૂકી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!