Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પાડાના વાંકે પખાલી ને ડામ

On: March 25, 2023 2:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
પીવાના પાણીની સમસ્યાને કારણે સ્કૂલો નો સમય બદલાવી દેવાયો ?

વલસાડ જિલ્લામાં સૌથી વધારે પીવાના પાણીની સમસ્યા હોય તો કપરાડા અને ધરમપુર તાલુકામાં માર્ચ 25 બાદ પાણીનો પોકાર શરૂ થઈ જાય છે અને આ વર્ષે પણ આજ સમસ્યા ઉદભવી છે ત્યારે સ્કૂલોમાં બાળકોને સમસ્યા ન નડે તે માટે સ્કૂલોનો સમય બદલી ને સવાર ની પાળી કરી દેવામાં આવી છે જે માટે શિક્ષણ અધિકારીએ તાલુકા શિક્ષણ અધિકારીને લખેલા પત્રોમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે અહીં સવાલ એ છે કે જો 100 ટકા અસ્ટોલ યોજના ની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તો પાણી ની બુમરામણ પડે કેવી રીતે ?

586 કરોડ ની અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના 100 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે પણ શું ખરેખર હજી દરેકના ઘર ઘર પાણી આવ્યું ,વાસમો વિભાગ દ્વારા નલસે જલ અંતર્ગત દરેક ઘરે નળ લગાવવા ની વાત કરવામાં આવી પણ અનેક ગામોમાં સ્થિતિ આજે એવી બની છે કે પાઇપો નાખી જવાયા પણ પાણીના કનેક્શન નથી અપાયા તો કેટલાક ગામોના લોકોને તો ખબર જ નથી કે તેમના ગામ માં નલ સે જલ યોજનાનું કામ પૂર્ણ થઈ ગયું જેવી ચર્ચા છે .વળી પાણી પુરવઠા વિભાગની નલ સે જલ યોજના ની તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે એમ છે અને આજ સમસ્યા ને કારણે રાજકારણી ઓ મંચ અને માઇક ઉપર થી જે પાણી ઘરે ઘરે મળી રહ્યું હોવાનો દાવો કરે છે તે માત્ર અસ્ટોલ યોજનાનું પાણી કેટલાક ગામ માં પહોંચ્યું છે તે પ્રથમ સ્થળ તપાસ કરે બાકી  જો અસ્ટોલ યોજના નું પાણી સમયસર અને દરેક સ્થળે મળતું હોત તો પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની પાણીની સમસ્યા માટે સ્કૂલની પાળી બદલવાની ફરજ ન પડી હોત આમ સમસ્યા દુર કરવાને સ્થાને તેના થી બચવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલનો સમય બદલી દેવાયો હોવાની ચર્ચા શિક્ષણ વિદો કરી રહ્યા છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!