
તિસ્કરી તલાટ ગામે શિવરાત્રી મહોત્સવ નિમિત્તે ૩૧ ફૂટ ઊંચાઈ ધરાવતા ૩૧ લાખ રુદ્રાક્ષ માંથી નિર્મિત શિવલિંગ તેમજ શિવકથા સાથે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હોય ૧૫ જેટલા યુગલો ૧૬ ફેબ્રુઆરી એ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ત્યારે આજે લગ્નની પૂર્વ સંધ્યાએ ગામના ફળીયે ફળીયે લગ્નમાં ભાગ લેનાર યુવક યુવતીઓ હોય આજે પૂર્વ સંધ્યાએ તિસ્કરી ગામે આજે એક રાત્રે ૧૫ જેટલા ઘરે મંડપો નું આયોજન થશે અને અનેક લોકો જોડાશે
તિસ્કરી તલાટ ગામના જ ૧૫ યુગલોને સમૂહ લગ્નમાં ભાગ લેનાર હોય આજે પૂર્વ સંધ્યાએ ગામના ફળીયે ફળીયે લગ્નના મંડપો લાગ્યા છે સથાનીકો પણ મુઝવણમાં છે કે એક સાથે ૧૫ ઘરે લગ્ન હોય ક્યાં ક્યાં હાજરી આપવી જોકે ગામમાં હાલ તો ધાર્મિક અને ઉત્સવ સાથે લગ્ન ઉત્સવ નો માહોલ બંધાયો છે અનેક ફળિયામાં આજે ઘર આંગણે મંડપ અને ડીજેના સંગીત રેલાશે





