ડો.કે.સી.પટેલના ગામ સુધી રોડ બનાવી કોન્ટ્રકટર ગાયબ

On: February 16, 2023 4:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
  • પ્રજાનું જે થવાનું હોય તે થાય પણ કોન્ટ્રકટર કોઈને ગાંઠતા નથી 
મોરમ ના સ્થાને કોન્ક્રીટ રોડ ની સાઈડમાં થી જ લઈ માટી પુરાણ કરાયું

પારડી ભેંસલા પાડા થી ડો.કે સી પટેલના ગામ સુધી રોડ બનાવાયા બાદ રોડનનું કામ અધૂરું છોડી કોન્ટ્રકટર ગાયબ થઈ જતા રાહદારી અને વાહન ચાલકોને ધૂળ ખાવાનો વારો આવ્યો છે રોડને બંને બાજુ ખોદી  કાઢી ધૂળ નાખી જતા રોડ ઉપર વાહનો પસાર થતા માત્ર ધૂળની ડમરી ઓ ઉડી રહી છે 

પ્રજાના પ્રતિનિધીને આવા અધૂરા કામો નયન પટલ ઉપર અંકિત થતા નથી માત્ર નારિયળ ફોડવા માં કે રીબીન કાપવા માં મસ્ત રહેતા રાજકારણીઓ ને પ્રજાની સમસ્યા દૂર કરવામાં જાણે રસ ન હોય એવું જણાય છે 

પારડી ભેંસલા પાડા થી પરિયા અંબાચ થઈ કરવડ ને જોડતા માર્ગ ચોમાસા થી ચંદ્રની ધરતી જેવો બન્યો હતો અનેક રજૂઆતો બાદ પણ ચોમાસા માં રોડ બન્યો નહિ અને હવે ચોમાસુ ગયા બાદ રોડ બન્યો પણ ડો.કે સી પટેલના ગામ સુધી જ બન્યો અને બાકીનો હજુ પણ કોન્ટ્રકટર મહાશય છોડી ગયા છે જેનો ભોગ પ્રજા બની રહી છે 

ચૂંટણી સમયે ધારાસભ્ય જીતુભાઇ અંબાચ માં પ્રચાર અર્થે આવ્યા ત્યારે રોડ અંગે જણાવ્યું હતું કે રોડ ફોર લેન થવાનો છે પણ જીતુભાઇ અહીં તો પેહલા એક લેન તો બનાવો ? પછી ફોર લેન ની વાત કરજો ..

હાલ આ રોડ પારડી થી પરિયા સુધી ડામર રોડ બનવવામાં આવ્યો છે અને એ પણ સાંસદની ટકોર થયા બાદ પણ હવે પરિયા બાદ વેલવાગડ થી અંબાચ સુધીનો માર્ગ આજે પણ ચોમાસુ ગયાના 4 માસ વીતવા છતાં બન્યો નથી માત્ર કહેવા પૂરતા માત્ર 1 કિમીનો કોન્ક્રીટ પટ્ટો એક તરફ નો બનાવી ને કોન્ટ્રકટર મહાશય રવાના થઈ જતા અહીં વિકાસ થવાને સ્થાને લોકોની મુશ્કેલી વધી ગઈ છે 

રોડ ની બંને તરફ આવેલી દુકાનોના દુકાનદારો ને રોડ ઉપર થી ઊડતી ધૂળ ને કારણે ખૂબ ગંભીર પરિણામ ભોગવવા પડી રહ્યા છે દુકાન દારો ને રોડ ઉપર થી ઊડતી ધૂળને કારણે શ્વસના રોગો ઘર કરી રહ્યા છે પણ કોન્ટ્રકટર મહાશય ને રોડ બનાવવા માં સમય નથી 

એટલું જ નહીં કોન્ક્રીટ રોડ બનાવ્યો તો એ રોડ ની સાઈડ માં જ્યાં મોરમ પુરાણ કરવાનું હોય ત્યાં જે સી બી મશીન દવારા નજીક માંથી જ માટી ઊંચકીને દબાવવા માં આવી રહી છે ..જે  અંગે કોઈ સ્થાનિક નેતા પણ બોલવા તૈયાર નથી..

સ્થાનિક લોકોની લાપરવાહી અને મૂંગા રહેવાની હરકત ને કારણે લોકોએ સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે પ્રજાના હિત માટે થતા કામોમાં ધ્યાન રાખવાનું કામ ગામના લોકોનું હોય છે પણ કોઈ બોલવા કે રજુઆત કરવા કોઈ આગળ આવતું નથી જેના કારણે કોન્ટ્રકટરો તેમની મનમાની કરી કામ અધૂરા અને ભલીવાર વિનાના કરી રવાના થઈ રહ્યા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!