Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

થનગનાટ – ૨૦૨૨ રોટરી નવરાત્રી મહોત્સવમાં માં જામ્યો તરણેતરનો મેળો

On: October 1, 2022 2:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ફાઈનલી સતત ૨ વર્ષ પછી ગરબાના તાલે ઝૂમી રહ્યું છે વાપી. આજે સતત પાંચમાં દિવસે પણ ખેલૈયાઓ ના હૈયા હિલોળે ચઢ્યા હતા. રોફેલ કોલેજના ગ્રાઉન્ડ પર રમતા ખેલૈયાઓના ટ્રેડીશનલ અને રંગબેરંગી  પોશાક ને કારણે ઊભા થયેલા મેઘધનુષી અને ગતિશીલ દ્રશ્યએ લોકમેળાની યાદ અપાવી દીધી.

થનગનાટ – ૨૦૨૨ માં ગ્રાઉન્ડ પર પાંચ દિવસથી ભારે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ગરબાપ્રેમી યુવાનો જ નહી આબાલવૃદ્ધ સોં અહી માં ની ભક્તિવંદના કરવા અને ગરબે રમવા ઉમટી પડે છે. અહી સીનીયર સિટીઝનો પણ એટલાજ જોશથી રાસ-ગરબા રમીને રોમાંચ અનુભવી રહ્યા છે.

પહેલા દિવસે રોટેરિયન અને મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે માં અમ્બેની આરાધના કરવામાં આવી. અને પછી ક્રમશઃ વિવિધ મહાનુભવો જેવાકે નગરપાલિકા ના ચેરમેન કાશમીરાબેન શાહ  ,   જી.આઈ.ડી.સી. ના ડી.એમ. મારું સાહેબ, નોટીફાઈડ એરિયા ઓથોરીટીના સી.ઈ.ઓ. સગર સાહેબ, વી. આઈ.એ. ના પ્રમુખ કમલેશભાઈ, નોટીફાઈડ એરિયા ઓથોરીટીના ચેરમેન સતીશભાઈ, જી.પી.સી.બી. ના વિવેકભાઈ અને district ૩૦૬૦ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીકાંત ઈન્દાની અને સારિકા ઈન્દાની જેવા વિવિધ મહાનુભવોની હાજરીમાં માતાજીની આરતી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. અહી E-Dreams બ્રિજેશ કુમારના સાથી કલાકારો, સૌ કોઈને થીરકવામાં મજબુર કરી રહ્યા છે. સારી સમાજસેવા અને લોકભાગીદારીનો આ પ્રોજેક્ટ રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવ એટલે જ મોસ્ટ એન્ટરટેનિંગ, મોસ્ટ યુથફુલ, મોસ્ટ સિક્યોર, અને પ્રેસ્ટીજીયસ નવરાત્રી તરીકે ઓળખાય છે. અહીની સુપરડુપર ફેસીલીટી, મેડીકલ અને સોશીયલ સિક્યોરીટીના કારણે ખેલૈયાઓ નિશ્ચિંત થઈને રમવાનો આનંદ ઉઠાવી શકે છે.

લોકોના અભૂતપૂર્વ પ્રેમ બદલ રોટરી ક્લબ ઓફ વાપી ના પ્રમુખ રોટેરિયન હેમાંગ નાયક, રોટરેકત પ્રમુખ ધનુષ શાહ, રોટરી થનગનાટ ઉત્સવના ચેરમેન રોટેરિયન ભરતભાઈ પટેલ, સહ ચેરમેન રોટેરિયન ડો. રાકેશ નાયક, રોટેરિયન દીપેન ગોસરાની, સેક્રેટરી રોટેરિયન જોય કોઠારી, અને પબ્લિક ઈમેજ ચેર – રોટેરિયન પ્રકાશ ભદ્રા અને રોટરી ક્લબ ઓફ વાપીના બધાજ સભ્યોના જણાવ્યા મુજબ થનગનાટ -૨૦૨૨ ને લોકોનો અતુલ્ય પ્રતિસાદ અને પ્રેમ મળી રહ્યો છે અને સૌ નો આભાર માને છે ,  અને આવતા દિવસોમાં પણ શ્રેષ્ઠ આપવાની અમારી  પરંપરાને બરકરાર રાખીશું એવો દ્ર્ઢ સંકલ્પ કર્યો છે.

આ વર્ષે નવરાત્રીના આયોજન દ્વારા મળેલી રકમમાંથી મફત ડાયાલિસિસ અને બાળકોના મફત હદય સર્જરીના પ્રોજેક્ટમાં વપરાશે. આ ઉપરાંત રોટરી ક્લ્બ ઓફ વાપી આખા વર્ષ દરમ્યાન અનેક સમાજોપયોગી કાર્યક્રમો જેવાકે હરિયા રોટરી હોસ્પિટલ  દ્વારા આરોગ્યલક્ષી, રોફેલ કોલેજ દ્વારા શિક્ષણલક્ષી, રેગ્યુલર  ફ્રી ડાયાલીસીસ, બ્લડ મોબાઈલ વેન દ્વારા બ્લડ ડોનેશન ના નાના મોટા કેમ્પોનું આયોજન કરતા આવીયે છીએ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!