વલસાડ નો ધ્રુવ પટેલ ઇટલી માં કરશે ભારત નું પ્રતિનિધિત્વ

On: September 28, 2022 1:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કિક્બોક્ષિન્ગ ચમ્પિઓન્શિપ માં એક્ષ્ત્રિમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડીફેન્સ એકેડેમી નો ધ્રુવ પટેલ ભારત તરફ થી કિક્બોક્ષિન્ગ રમત માં ઇટલી ખાતે યોજાનારી WORLD KICKBOXING CHAMPIONSHIP માં ભાગ લેશે.

વલસાડ, ગુજરાત તેમજ સમગ્ર ભારત માટે ખુબજ ગર્વ ની વાત છે કે ૧૩ વર્ષ નો ધ્રુવ પટેલ આપણા દેશ નું નામ અને તિરંગો ઉચો રહે એના માટે મેહનત કરી રહ્યો છે અને આજે એ દિવસ આવી ગયો છે કે દેશ ને ગૌરવ અપાવી શકે. 

ધ્રુવ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભાસ કરે છે અને સ્પોર્ટ્સ માં આગળ વધવાની સાથે પોતાના સ્કૂલના અભ્યાસ માં પણ સંપૂર્ણ ધ્યાન આપતો હોવાથી સ્કુલ ના ટ્રસ્ટી શ્રી પંડ્યા સર એ ખુબજ પ્રોત્સાહન આપ્યું હતુ. 

ધ્રુવ પટેલ XTRREME MARTIAL ART AND SELF DEFENCE ACADEMY ખાતે છેલ્લા ૮ વર્ષ થી માર્શલ આર્ટ ની તાલીમ લઇ રહ્યો છે. ધ્રુવ ને ચેતન પટેલ કે  જેવો કરાતે, કિક્બોક્ષિન્ગ, જાપાનીસ મિક્ષ માર્શલ આર્ટ માં બ્લેક બેલ્ટ છે તેમજ બ્રાઝીલીયન JIU –JITSU માં બ્લ્યુ બેલ્ટ તથા ક્રાવ માગા માં CIC ની ડીગ્રી ધરાવે છે. તેમજ મયુર પટેલ કે જેઓ કરાતે તેમજ કિક્બોક્ષિન્ગ માં બ્લેક બેલ્ટ ની ડીગ્રી ધરાવે છે. ટ્રેનીંગ અપીરાહયા છે. ધ્રુવ એ ૮ વર્ષ ના સમય ગાળા દરમિયાન  મિક્ષ માર્શલ આર્ટ, કરાતે, જુડો, બી.જે.જે. , કિક્બોક્ષિન્ગ જેવી રમતો માં ભાગ લઇ  ૩૬ જેટલા મેડલ્સ પ્રાપ્ત કર્યાં છે જેમાં ૩૦ ગોલ્ડ તેમજ ૬ સીલ્વેર મેડલ નો સમાવેશ થાય છે. ગુજરાત ના કુલ ૬ રમતવીરો આ સ્પર્ધા માં ભાગ લેશે જે પૈકી ધ્રુવ પટેલ એ છેલ્લી ૨ નેશનલ ચેમ્પીઓન્શીપ માં લગાતાર બંને ઈવેન્ટ્સ માં ગોલ્ડ મેડલ્સ હાસલ કર્યાં છે. 

 અને હવે ઇટલી – વેનિસ ખાતે ૩૦ સપ્ટેમ્બર થી ૯ ઓક્ટોબર સુધી યોજાનાર વોર્લ્દ કિક્બોક્ષિન્ગ ચમ્પિઓન્શિપ માં ભાગ લેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!