વરસાદ ન પડવા છતાં લાવરી નદીમાં આવ્યું પુર અને…

On: October 1, 2022 3:01 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ધરમપુરના કેળવણી ખાતે લાવરી નદીના નિચાણવાળા બ્રીજ ઉપર અચાનક પાણી ચડી ગયું નદીમાં આવેલ પુરમાં ભેંસ અને બે પાડા તણાઈ ગયા 

લોકોને એક કલાક સુધી આવન જાવન માટે પડી તકલીફ

ધરમપુરના ઉપરવાસના ગામોમાં વરસાદ નોધાતા અનેક નદીનાળામાં પાણી ઓ તુરત આવી જાય છે ત્યારે આજે બપોરે ધરમપુરમાં વરસાદ  વરસ્યો ન હોવા છતાં પણ કેળવણી ખાતે ચિંચોઝર બારી ફળિયા અને નિશાળ ફળિયા વચ્ચે થી વહેતી લાવરી નદીના બ્રીજ ઉપર પાણી ચડી જતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી હતી નદીના પાણીમાં ઉતરી કપડાં ધોતી માહિલાઓ અને બાઇકો ઉતારી નદીના પાણીમાં બાઈક ધોઈ રહેલા યુવકો પણ નાશ ભાગ મચી ગઇ હતી એકાએક પાણી નો પ્રવાહ આવી ચડતા તમામ ભાગદોડ મચી ગઇ હતી નદી કિનારે ચારો ચરવા આવેલ ઉકતા ગામના સોમા ભાઈ સુકકર ભાઈ વાઘેરા ની એક  ભેંસ અને 2 પાડા નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જેની શોધખોલ હાથ ધરાઈ છે તો બીજી તરફ સતત એક કલાક સુધી નીચાણવાળા બ્રીજ ઉપર પાણી ફરી વળતા લોકોને કિનારે બેસીને રાહ જોવાની ફરજ પડી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!