વાપી સરદાર ચોક ઉપર 100 ફૂટની ઊંચાઈએ 21 ફૂટ લંબાઈનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

On: August 13, 2022 7:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી નાણાં પ્રધાન જોડાયા

વાપી શહેર માં સરદાર ચોક પાસે  વલસાડ જિલ્લામાં સૌથી ઊંચો ધ્વજ પોલ ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ધ્વજ  પોલ ઉપર ૨૧. ફૂટ ની લંબાઈ અને ૧૪. ફૂટ પહોળો એવા ધ્વજ નું આજે ગુજરાત રાજ્ય ના ઉદ્યોગ ઊર્જા અને નાણાં મંત્રી શ્રી કનુ ભાઈ દેસાઈ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી એક ઐતિહાસિક મિશાલ કાયમ કરી છે. ભારત દેશ ના પ્રધાન મંત્રી દ્વારા કરેલા આહવાન મુજબ ૭૫. માં આઝાદી ના અમૃત મહોત્સવ ના ઉત્સવ દરમ્યાન તારીખ ૧૩. થી લઈ પંદર ઓગસ્ટ સુધી ઘર ઘર તિરંગા નો અભિયાન સાકાર કરવા, વાપી માં સેકડો ની સંખ્યા માં લોકો એ ભાગ લઈ દેશ ના તિરંગા ની આન, બાન, અને શાન ની ગરિમા જળવાઈ એ આશય થી આ પર્વ ને ઉજવ્યો હતો. જેમાં અલગ અલગ સંસ્થા ઓ અને અલગ અલગ સ્કૂલો ના વિદ્યાર્થી ઓ અને આદિવાસી ઓ દ્વારા સંગીત અને નૃત્ય દ્વારા આ પવિત્ર ઉત્સવ ની ઉજવણી કરી હતી.

આ સાથે વલસાડ જિલ્લા ના પોલીસ અધિકારી ઓ સાથે વલસાડ જિલ્લા ના કલેકટર શ્રી હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. વાપી તેમજ આસપાસ ના તમામ દેશ ભક્તો દ્વારા ભારત માતા કી જય ના નારા લગાવી પૂરા વાતાવરણ ને દેશ ભક્તિ ના રંગ માં રંગી દેવામાં આવ્યો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!