Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડના પાંડે પરિવાર દ્વારા માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડે ની પુણ્યતિથિ નિમિત્તે વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ ને ૮ લાખની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું…

On: August 12, 2022 3:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
જીવન રક્ષક દવાઓનું વિતરણ

વલસાડ છીપવાડ ના રહેવાસી અને સતત ત્રણ પેઢી થી વલસાડ માં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રી સ્વ.મીનાબેન કૈલાશનાથ પાંડે ની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા ૧૩ વર્ષ થી વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવાના શુભ આશય સાથે જીવનરક્ષક દવાઓ જે ગંભીર બીમારીઓમાં અત્યંત ઉપયોગી જેવી કે  ડાયાબિટીસ,કાર્ડિયાક ,બ્લડ પ્રેશર,વાયરલ તાવ અને ખુબજ ઉપયોગી દવાઓ સાથે વિવિધ ગ્લુકોઝ ની કુલ ૪૦૬૦/- બોટલો  ડીસઈનસફેકટન્ટ,સેનેટાઈઝર,નું નિઃશુલ્ક વિતરણ ના કાર્યક્રમ નું આયોજન વલસાડ નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાખવામાં આવ્યો હતો

સન્માન

જેમાં વલસાડ,નવસારી જીલ્લા ના એમ.આર.મિત્રોનો  સિંહફાળો રહ્યો હતો, આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ એ સ્વ. કૈલાશનાથ પાંડેજી અને એમના પરિવારની સેવાકીય પ્રવૃતિઓ સમાજ માટે ઉદાહરણ બનશે તેમ જણાવી પાંડે પરિવાર ના મોભી સ્વ.અમરનાથ પાંડેજી દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા કાર્યક્રમ માં પાંડે પરિવાર ના દિવ્યેશ પાંડે દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પરિવાર ના પ્રજ્ઞેશ પાંડે દ્વારા પરિવાર દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક સહાય અંગે ની વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી હતી, વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ ના ડો. શ્રી રોહનભાઈ પટેલ દ્વારા પાંડે પરિવાર થકી હોસ્પિટલ ને કરવામાં આવતી સહાય અંગે આભાર વ્યક્ત કરી આ કાર્ય અવિરત ચાલુ રહે એવી આશા વ્યક્ત કરી હતી,કાર્યક્રમ માં વલસાડ વિભાગના ડી.વાય.એસ.પી.શ્રી એમ.એન.ચાવડા દ્વારા પાંડે પરિવાર દ્વારા સતત કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી, કાર્યક્રમ માં સોનલબેન સોલંકી,ઝાકીરભાઈ પઠાણ,રાજુભાઇ મરચાં દ્વારા પાંડે પરિવારની સેવા ભાવના ને મંચ પરથી બિરદાવી સ્વ. શ્રી કૈલાશનાથ પાંડેજી કાર્યો ને યાદ કરી એમની ખોટ સહુને પડી રહી હોવાની વાત કરી હતી,આ તબક્કે વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાઅધ્યક્ષ શ્રી રાજેશ ભાનુશાલી,ભરતીય જનતા પાર્ટીના પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઈલિયાસ મલેક, વલસાડ જિલ્લા કોંગ્રેસ ના જીલ્લા આગેવાન અને પારડી સાંઢપોર ગામ ના સરપંચ શ્રી ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલ,ડો.અજય પરમાર,વલસાડ નગરપાલીકા ના માજી પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી,પ્રેસ કલબ ઓફ વલસાડ ના પ્રમુખ શ્રી ઉત્પલભાઈ દેસાઈ, માજી નગરપાલીકા પ્રમુખ શ્રી રાજેશ પેટલ (રાજુભાઇ મરચાં)વલસાડ વિભાગ કેમિસ્ટ એસોસિયેશન ના પ્રમુખ શ્રી કૌશિકભાઈ માકડીયા,વલસાડ નગરપાલીકા ના સિનિયર સભ્યો શ્રી ઝાકિરભાઈ પઠાણ,ઈમ્તિયાઝભાઈ કાઝી,મુસ્લિમ સમાજ ના અગ્રણી મૌલાના અફઝલ,પાંડે પરિવાર ના વડીલ શ્રી પ્રભાશંકર પાંડે હાજર રહ્યા  હતા. કાર્યક્રમ ના અંતે વલસાડ વિભાગના ડી.વાય.એસ.પી શ્રી મનોજસિંહ ચાવડા ની બદલી અમદાવાદ ખાતે બદલી થતા તેમના ૪ વર્ષ ના કાર્યકાળને બિરદાવી,પાંડે પરિવાર ના સભ્યો  બ્રિજેશ,જ્ઞાનેશ,યજ્ઞેશ

 ,પ્રજ્ઞેશ,દિવ્યેશ પાંડે દ્વારા તેમને શાલ ઓઢાવી,પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું,તેમજ હાજર પત્રકારો અને મહેમાનો દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં પાંડે પરિવાર ના પરિવારજનો,મિત્રવર્તુળ ઉપસ્થિત રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પાંડે પરિવાર ના પુત્રવધુ તેમજ શિક્ષિકા શ્રીમતી મેઘાબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!