સાંસદ કલાબેન ડેલકરે કરી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત

On: July 23, 2022 3:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સાંસદ કલાબેન ડેલકરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને આદિવાસી સમાજ માટે ગૌરવ ગણાવ્યું.

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન મોહન ડેલકરે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેઓને રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ પર આરૂઢ થવા બદલ શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા.  આ શુભેચ્છા મુલાકાતમાં સાંસદ કલાબેન ડેલકરે પોતે દાદરા નગર હવેલી જેવા બાહુલ આદિવાસી વિસ્તારમાંથી પ્રથમ મહિલા સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવાથી ઓળખ આપી હતી. સાંસદે નવનિયુક્ત રાષ્ટ્રપતિ સમક્ષ મહિલાઓ અને આદિવાસી સમાજ માટે ગૌરવ વધાર્યું હોવાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ મુલાકાતમાં  દાનહ પ્રદેશના લોકો, અહીંની ઓળખ અને રૂપરેખાઓ ઉપર વિગતવાર ટૂંકી ચર્ચાઓ કરવામાં આવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!