શુ તમને પણ આવી છે ફેસબુક ઉપર અજાણ્યાની ફ્રેન્ડ રિકવેસ્ટ, એક્સેપ્ટ કરતા પેહલાં ચેતી જજો

On: July 23, 2022 2:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

* દમણ પોલીસે આંતરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો કર્યો પરદાફાસ

*દિલ્હીથી એક નાઈજીરિયન યુવકની કરી ધરપકડ 12 એટીએમ,૧૨ સીમકાર્ડ,૧૨ મોબાઈલ ફોન  ૬ ડોન્ગલ કબજે લેવાયા

દમણ પોલીસે દિલ્હી થી આંતરાષ્ટ્રીય કક્ષાએ ચાલતા સાયબર કૌભાંડને ખુલ્લું પાડ્યું છે સોસીયલ મડિયાના મધ્યમાં દ્વારા મિત્રો બનાવી તેમણે મોઘી ભેટ મોકલાવી કસ્ટમમાં છોડાવાના નામે એકાઉન્ટ નંબર અને ડેબિટ કાર્ડ નંબર જાણી નાણા પડાવવામાં આવતા હતા.

દમણ પોલીસને એક ફરિયાદ મળી હતી કે દમણના એક રહિશને ફેસબુકના માધ્યમ દ્વારા ફ્રેન્ડ રિકવેસ્ટ ફિલિપનામના એક યુવકની આવતા તેની રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ વોટ્સએપ ઉપર વાતો કરતા હતા અને મિત્રતા થઈ હતી જે બાદ ફિલિપે ફરિયાદી માટે 1 કરોડ 39 લાખની કોઈ મોંઘી ગિફ્ટ મોકલી હોવાનું જણાવ્યું હતું.બીજા દિવસે કસ્ટમ વિભાગ માંથી કોઈએ ફોન કરી ગિફ્ટ છોડાવવા માટે કસ્ટમ ક્લિયરન્સના લાગશે નું જણાવતા 10 લાખ ફરિયાદી એ મોકલ્યા હતા જે બાદ આજ દિન સુધી કોઈ ગિફ્ટ ન મળતા પોલીસ ફરિયાદ કરતા સાયબર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી 

પોલીસે ફરિયાદીને બેંક એકાઉન્ટ માંથી ટ્રાન્સફર થયેલ નાણાં અંગેની વિગત ચેક કરતા પોલીસને અનેક વ્યવહારો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા અને ફરિયાદી પાસેથી ગયેલ નાણાં દિલ્હીના મોહન ગાર્ડન, ઉત્તમનગર, મહાવીર એનકલેવ, અનંદવિહાર, જેવા વિસ્તારના એ ટી એમ મશીન માંથી પૈસા ઉપાડ્યા હોવાનું બહાર આવ્યું હતું 

સમગ્ર મામલે પોલીસે એક નાઇજિરિયન યુવક બેસિલ એડેકે ઓડી નિકપો ની ધરપકડ કરતા તેની પાસેથી 12 એ ટી એમ કાર્ડ,12 મોબાઈલ ,12 સીમકાર્ડ સહિતની ચીજો મળી આવી હતી 

પકડાયેલ નાઇજિરિયન યુવક પાસે બનાવટી પાસપોર્ટ પણ કબ્જે લેવામાં આવ્યો હતો પકડાયેલ યુવકે પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું કે તે સોસીયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે મિત્રતા કેળવી તેમને મોંઘીદાટ ગિફ્ટ મોકલી હોવાનું જણાવીને તેમની પાસે એકાઉન્ટ નંબર અને એ ટી એમ કાર્ડ નંબર મેળવી તેમની સાથે છેતરપીંડી કરતા હતા 

પોલીસે આંતર રાષ્ટ્રીય સ્તરે ચાલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે વળી પકડાયેલ પાસપોર્ટ અંગે પણ વધુ ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!