સરપંચની ચૂંટણી પૂર્ણ થઈને લાંબો સમય વીત્યા બાદ કપરાડામાં સરપંચ સંઘની ચૂંટણી યોજવાની યાદ આવી

આગામી તારીખ 2 જુન ના રોજ કપરાડા માં સરપંચ સંઘની ચૂંટણી યોજવા જઇ રહી છે .જે માટે રાત્રી વાટાઘાટો અને બેઠકોનો દોર શરૂ થયો છે એમાં પણ કેટલાક સરપંચ તો માત્ર રબર સ્ટેમ્પ જ રહેશે ની ચર્ચા ઉઠી છે.કેટલાક સરપંચો વચ્ચે પણ ત્રણ ભાગ પડી ગયા હોવાની ચર્ચા જોર પકડી રહી છે.તો સરપંચ મંડળના પ્રમુખ બનવા માટે કેટલાક સરપંચ તો જાણે અત્યાર થી જ કમર કસી રહ્યા છે.તો કેટલાક ની ધર્મ પત્ની સરપંચ બન્યા બાદ પણ વહીવટી કામગીરી તેમના પતિદેવ કરી રહ્યા ની પણ ચર્ચા ઓ જોર પકડી રહી છે

સરપંચ ની ચૂંટણી પૂર્ણ થયા ને લાંબો સમય વીતવા છતાં કપરાડા તાલુકામાં સરપંચ મંડળ ની ચૂંટણી યોજાઈ નહિ.અને હવે જ્યારે ધારાસભ્ય ની ચૂંટણી ના પડઘમ શરૂ થયા છે ત્યારે સરપંચ મંડળ ની ચૂંટણી યોજવાનું યાદ આવ્યું છે એટલેકે ઘોડા ભાગી ગયા બાદ તબેલા ને ટાળા મારવા જેવો ઘાટ છે.છતાં હજુ પણ આ ચૂંટણી યોજવા માટે નો હેતુ શુ છે?સરપંચ ની ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત કેમ આ ચૂંટણી કરવામાં ન આવી ? શુ આ ચૂંટણી ધારાસભ્ય ની ચૂંટણી માં વોટબેંક લેવા માટે ની છે?કે દરેક ગામ માં ભાજપ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ચૂંટણી કરાવી રહી છે ?એવા અનેક વેધક સવાલો હાલ આમ જનતા માં ઉઠી રહ્યા છે હાલ આ સરપંચ સંઘ ની ચૂંટણી માટે તાલુકા માં અનેક સરપંચ ના નામો પ્રમુખ પદ માટે દાવેદાર માનવામાં આવે છે

જોકે સરપંચ પદ ઉપર ભાજપ પ્રેરિત સરપંચ જ પ્રમુખ બને તે માટે એડી ચોંટી નું જોર લગાવવામાં આવી રહ્યું છે હાલ માં પ્રમુખ પદ માટે માનલા ના સરપંચ જ્યેન્દ્ર ગામીત, દશમાં ધનારીયા,નાનાપોઢા સરપંચ મુકેશ પટેલ સહિત બે મહિલા સરપંચ ના નામો પણ ચર્ચા માં છે ત્યારે બીજી તારીખના રોજ કપરાડા તાલુકા ના સરપંચ સંઘની ચૂંટણી યોજાસે વળી કેટલાક આંતરિક ખેંચતાણ અને ડખા હોવાથી આ ચૂંટણી રાજકીય આખાડો બને તો નવાઈ નહિ ..





