કપરાડા ડેપોમાં એસ ટી બસ રિવર્સ લેતા મહિલાના પગ ઉપર ટાયર ફરી વળ્યાં મહિલાને ગંભીર ઈજાઓ

On: June 2, 2022 3:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા એસ ટી ડેપો માં આજે વહેલી પરોઢિયે નાઈટ માં રાત્રી રોકાણ કરતી ધરમપુર ડેપોની બસ વહેલી સવારે સ્ટેન્ડ ઉપર મુકવા માટે બસ ચાલકે રિવર્સ લેતા પાછળ ઉભેલ મહિલા ન દેખાતા મહિલા ટક્કર લાગતા જમીન ઉપર પટકાઈ હતી અને તેણીના બંને પગ ઉપર થી ટાયર ફરી વળતા બંને પગે ગંભીર ઈજાઓ પોહચી હતી અચાનક બનેલી ઘટના ને પગલે લોકો એકત્ર થઈ બુમાબુમ કરતા લોકટોળુ એકત્ર થઈ ગયું હતું 108 બોલાવ્યા બાદ ઇજાગ્રત મહિલાને સારવાર માટે પ્રથમ નાનાપોઢા અને તે બાદ વલસાડ સિવિલ માં ખસેડવામાં આવી હતી 

ધરમપુર ડેપો થી કપરાડા ખાતે રાત્રી રોકાણ કરતી એસ ટી બસ GJ 18 Z 3666 આજે વહેલી સવારે ડેપોમાં મુસાફરો બેસાડવા માટે ચલાકે સ્ટેન્ડ ઉપર મુકવા માટે રિવર્સ લેતા પાછળ ઉભેલ એક મહિલા મીરા બેન સાઈરામ મહાલાને બસ ના પાછળ ના ભાગની ટક્કર લાગતા તે જમીન ઉપર પટકાઈ જે બાદ બસના પાછળના ટાયર મહિલાના પગ ઉપર થી ફરી વળતા મહિલા બન્ને પગે ગંભીર ઈજાઓ પોહચી હતી અચાનક બનેલી ઘટનાને પગલે લોકોએ બુમાબુમ કરતા બસ ચાલકે બસ ખસેડયા બાદ લુહીલુહાણ હાલત માં મહિલાને 108 એમ્બ્યુલન્સના માધ્યમ થી સારવાર માટે પ્રથમ નાનાપોઢા અને તે બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે અચાનક વહેલી સવારે બનેલી ઘટનાને પગલે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે મહિલા બસ ડેપોમાં શુ કરતી હતી ?ક્યાંક જવાની હતી કે કેમ ?તે અંગે હજુ પણ પ્રશ્ન અકબંધ છે ત્યારે હાલ તો મહિલાને સારવાર અર્થે ખસેડાઇ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!