Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ટીટોડીએ પાંચ ઇંડા મુકતા ચોમાસુ વહેલુ અને સારૂ જવાના એંધાણ

On: May 26, 2022 5:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડાના નાનાપોઢા ગામે લુહાર ફળિયામાં શૈલેષ ઠાકરે ના ઘરની દીવાલમાં ટીટોડીના પાંચ ઇંડા મળતા ગ્રામ્ય વિસ્તારોમાં આદિકાળથી માન્યતા મુજબ જેમ વડીલો આગાહી કરી છે. સમયસર અને સારા વરસાદના પ્રાકૃતિક એંધાણ પ્રાપ્ત થયા છે. નાનાપોઢા ગામે ઘરની દિવાલમાં 5 ઈંડા અને ગાંવિત ફળિયા ની આંબાવાડીમાં  ટીટોડીના એક બે નહીં પણ પુરા પાંચ ઈંડા મળી  આવ્યા હતા. ચૈત્ર મહિનામાં જ ઈંડા મળતાં ચોમાસુ વહેલુ અને સારૃં જવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાાનનો વિકાસ ન હતો ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાાનને વડવાઓએ જાળવી રાખ્યું છે. જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે. ત્યારે હાલ ચૈત્ર મહિનામાં જ  ટીટોડીના પાંચ ઈંડા મળી આવ્યા છે. ખેડૂતના જણાવ્યા અનુસાર ટીટોડીએ  કુદરતી કરિશ્મા સમાન પાંચ ઈંડા મુક્યા છે. ખેડૂત પરિવાર ટીટોડીના ઇંડાનુ જતન કરી રહ્યો છે. આ વર્ષનું ચોમાસુ વહેલુ અને સારૃં જવાના એંધાણ વર્તાતા જગતનો તાત હરખાયો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!