ઈન્સ્ટાગ્રામમાં પાંગરેલા પ્રેમનો કરુણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાને ગળે ટુંપો દઈ મોતનિપજાવ્યા બાદ પોતે પણ તળાવમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

On: May 24, 2022 2:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

યુવાનીની ઉમરે ઉભેલા કિશોર કિશોરીઓ સોસીયલ મીડિયાનો ઉપયોગ કરlવાનો ટ્રેન્ડ વધી ગયો છે વળી આજની જનરેશન ફિલ્મી હીરો હિરોઈન ને જોઈ વર્ચુઅલ વર્લ્ડમાં પ્રવેશીને પ્રેમમાં પડતા થયા હોય આ પ્રેમ માત્ર ભ્રામક જેવો જ હોય છે.અને અંતે હૃદયભગ્ન થતા ના કરવાનું કરી બેસતા હોય છે આવો જ એક કિસ્સો વલસાડના જીલ્લામાં બનવા પામ્યો 

 અલગ અલગ જાતિના બે યુવક યુવતીઓ ઇન્સ્ટાગ્રામના માધ્યમ થી પ્રેમમાં પડ્યા પરંતુ ગત રોજ ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાને ઘરે પોહચીને યુવતીને ગળેફાસો દઈ મોતને ઘાટ ઉતારી દીધી બાદમાં ના કરવાનું કરી બેસેલા યુવકને ભાન થતા પોતે પણ તળાવમાં ઝંપલાવી મોતને વહાલું કરી દીધું હતું

પોલીસ સુત્રો પાસે થી મળતી વિગત અનુસાર વલસાડ શહેરના રોણવેલ ગામે પીપળા ફળિયામાં રેહતા રાજેશ રમણ કુંકણા પટેલની દીકરી પાયલ જે ધોરણ ૧૨માં ફેઈલ થતા ઘરે રહી ઘરકામ કરતી હતી જે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા એક્ટીવ હોય તેની મિત્રતા નાની સરોણ ગામે તાઈ ફળિયામાં રેહતા સ્મિત ઉર્ફે ગુડ્ડુ હિતેશ કોળીપટેલ સાથે થઇ જે બાદ મિત્રતા પ્રેમમાં પરિણમી હત બન્ને લગ્ન કરવા માંગતા હોય બંને પરિવારે સંમતી પણ આપી હતી ગત તારીખ ૨૨ મેં ના રોજ સાંજે અચાનક ગુડ્ડુ પોતાની લાલ રંગની મોટર સાયકલ ઉપર પાયલને શોધતો શોધતો ઘરે આવ્યો હતો.જે બાદ પાયલ ની લાશ તેની રૂમમાંથી મળી આવી હતી જેને ગળે ટુપો દઈ મોત નીપજાવવામાં આવ્યું હતું જોકે ઘટના અંગે પાયલના પરિજનોને જાણકારી મળતા પરિજનોમાં આઘાતની લાગણી જોવા મળી હતી વળી તપાસ કરતા જાણવા મળ્યું કે પાયલને છેલ્લા મળવા માટે સ્મિત જ આવ્યો હતો,જે અંગે પાયલના પિતા એ વલસાડ રૂરલ પોલીસ ને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પોહચી ગુડ્ડુ સામે હત્યા અંગે નો ગુન્હો દાખલ કર્યો હતો જોકે સ્મિત ઉર્ફે ગુડ્ડુ ઉશ્કેરાટમાં આવી જઈ પોતાની પ્રેમિકાને જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાનું ભાન થતા પોતે પણ  ગામના નજીકના તળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.તળાવ કિનારે થી તેની બાઈક પાકીટ અને ચપ્પલ મળી આવતા સ્થાનિક તરવૈયા મારફતે  તળાવમાં ઉતરી ગુડ્ડુનની લાશને બહાર કાઢવામાં આવી હતી  અચાનક બનેલી ઘટનાને પગલે વલસાડના ગ્રામીણ પંથકમાં પ્રેમીઓનો કિસ્સો ભારે ચર્ચામાં રહ્યો છે

નોધનીય છે કે કુમળીવયે અને જુવાનીની ઉમરે ઉભેલા યુવક યુવતીઓ પ્રેમ શું છે જવાબદારી શું છે અને સહનશક્તિ શું છે એ તમામ ચીજોની સમજણ ઓછી હોવાને લઇ તેમજ સોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા થતી મૈત્રી અને પ્રેમ પણ આવી ઘટનાનું મુખ્ય કારણ બની રહ્યા છે જે બાબતે દરેક માતાપિતા એ ચેતતા રેહવું જોઈએ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!