રોટરી ક્લબ ઓફ વલસાડ ના સૌ પ્રથમ કાયમી પ્રોજકટ તરીકે રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર સ્વ યોગેશ પરીખ નવદીપ ઘરઘંટી વાળની યાદ માં ખુલ્લું મૂકવામાં આવ્યું છે . જેમાં એકદમ રાહત દરે સમાજ ના દરેક વર્ગ ના લોકો ને અદ્યતન સગવડ મળી રહે તેવા હેતુથી શરૂ કરવામાં આવ્યું છે . આ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ચેર ડો . સુનીલ દેશપાંડે દ્વારા આ સેન્ટર માં મળવામાં આવનાર વિવિધ થેરાપી અંગેની માહિતી આપવામાં આવી હતી . દીપ પ્રાગટ્ય મુખ્ય મેહમાન જિલ્લા પોલીસ વડા ડો . રાજદીપ સિંહ ઝાલા સાહેબે કર્યું હતું અને અભિનદન પાઠવ્યા હતા . આ પ્રસંગે નવદીપ ઘરઘન્ટિ પરિવાર તરફથી શ્રી મહેશ વ્યાસ , નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ , તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા . રોટરી ક્લબ ના ભૂત પૂર્વ પ્રમુખો અને પાસ્ટ ડીસ્ટ્રિક્ટ ગવર્નર ડો . નીલાક્ષ મુફ્તી , રો . અનીશ શાહ , ક્લબ ના માનદ મંત્રી સ્વાતિ શાહ , પ્રોજેક્ટ ના ઉપ પ્રમુખ રો . સુશાંત બેનરજી વિગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા . દરેક રોટરી સભ્યો e aa ઉમદા કાર્ય માટે ઉદાર હાથે દાન કર્યું હતું અને તે દ્વારા સમાજ ના નીચેના વર્ગ ના પરિવારો ને મદદરૂપ બનવા માટે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું . આ કાર્યક્રમ નું સંચાલન રો . ચેતન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને . આભાર વિધિ રો . નિર્મલ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.

ફિઝિયોથેરાપી સેન્ટર વલસાડ ની જનતા માટે સવારે 9 થી બપોરે 2 ,બપોરે 4 થી 7 વાગ્યા સુધી નો સમય રહેશે. સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવાર ને પરવડે એવી કિંમત માં એટલે કે એક સીટીંગ ના 100 રૂપિયામાં માત્ર ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવશે આમ રોટરી કલબ ઓફ વલસાડ દ્વારા આરોગ્ય લક્ષી સેવા માં વધુ એક પગલું ભરી જનતા ને સેવા આપવા નું કાર્ય શરૂ કર્યું છે
આજે વિશેષ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી





