ગુજરાત પોલીસ દ્વારા લોકોની ફરિયાદ સાંભળવા અને લેવા માટે ગ્રામીણ કક્ષાએ એક નવો અભિગમ અપનાવ્યો છે સુરત રેન્જ આઇજી ના નિર્દેશ અનુસાર દરેક પોલીસ મથકમાં આવતા દરેક ગામોમાં ફરિયાદ પેટી મૂકવાની સૂચના આપવામાં આવ્યું હતું જે મુજબ ધરમપુર તાલુકાના 54 ગામોમાં પોલીસ ફરિયાદ પેટી મુકવામાં આવી છે જેમાં પોલીસ મથક સુધી પહોંચી જાહેરમાં ફરિયાદ ન કરી શકતા ફરિયાદી દ્વારા આ ફરિયાદ પેટી માં પોતાની ફરિયાદ લેખિતમાં લખી મૂકી શકે છે જે ફરિયાદ પોલીસ સુધી આસાનીથી પહોંચી શકાય ક્યારેક એવા પણ કિસ્સા બનતા હોય છે કે જે જાહેરમાં ચર્ચા કરી શકાય તેમ ન હોય અને તેની ફરિયાદ પોલીસ સુધી કરવી હોય ત્યારે આવી ફરિયાદ પેટી માં તે ફરિયાદો લેખિતમાં મૂકી શકાય છે જેથી પોલીસને સમગ્ર ઘટના કે કોઈપણ ફરીયાદ અંગે માહિતગાર કરી શકાય જેને પગલે આજે ધરમપુરમાં વિવિધ ગામોમાં પોલીસ મથકેથી પોલીસ ફરિયાદ પેઢીઓ લઈ જઈ મૂકવામાં આવી છે જેથી આગામી દિવસમાં વિવિધ ગુનાઓ ઉકેલવા તેમજ પોલીસ સુધી વિવિધ જાણકારી પહોંચે તે માટે આ ફરિયાદ પેટી નો ઉપયોગ ઉમદા રીતે થઇ શકશે વિવિધ ગ્રામપંચાયતોમાં આજે આ ફરિયાદ ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી હતી
ધરમપુરના 54 ગામોમાં પોલીસ ફરિયાદ પેટી મુકાઈ,જાહેર પ્રશ્નો અને ગુનાઓની જાણ પોલીસને થઈ શકશે
By Khabar dar
On: May 15, 2022 6:34 PM





