મોંઘવારીએ માઝા મૂકી પેટ્રોલ,ગેસ સિલિન્ડર,શાકભાજી,તેલ,કરીયાણુ, તમામ ચીજોની કિંમતમાં વધારો થતાં મધ્યમવર્ગીય પરિવારની સ્થિતિ કફોડી..

On: May 16, 2022 2:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નોકરી કોઈ પણ હોય પગારમાં કોઈ વધારો નહિ પણ બજારમાં મોંઘવારી કૂદકે કે ભૂસકે વધી જતાં 5000 ની નોકરી કરનારા ને ઉધાર લઈ ઘર ચલાવવાની આવી રહી છે નોબત 

સમગ્ર દેશમાં મોંઘવારીએ એવી માઝા મૂકી છે કે,ગરીબ અને આદિવાસી પરિવારો માટે જીવન ગુજરાન ચલાવવું ખૂબ કઠિન બની ચૂક્યું છે.રોજિંદા કમાઈ ને રોજ ખાનારો વર્ગ પણ હવે મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.એક સામાન્ય 5000 કે 10,000 રૂપિયાના વેતનમાં નોકરી કરતા લોકો માટે જીવન ગુજરાન ચલાવવું ખૂબ કઠિન બન્યું છે.પેટ્રોલ 105 રૂપિયા,ગેસ સિલિન્ડર 1000 રૂપિયા,તેલ,ના ભાવો,આસમાને,દુધના ભાવોમાં વધારો,ઘરના ભાડા,બાળકોના શિક્ષણની ફિ, ઇલેક્ટ્રિક બિલ,કઠોળ, અનાજ,તમામ ગણતરી કરીયે તો પણ ઓછામાં ઓછા 20 થી 25000 રૂપિયા હોય તો પણ ઘર ચલાવવા માટે ઓછા પડે એક છે જેમાં મધ્યમ વર્ગીય પરિવાર જે માત્ર 5000 રૂપિયાના વેતનમાં ઘર ચલાવતો હોય એવા પરિવારના મોભી એ તો ઉધાર લીધા વિના છૂટકો જ રહેતો નથી અને જો ઉધાર ન ભરાય તો એ ગળે ફાંસો લેવાનો વારો આવે એ નક્કી છે. 

આમ સંવેદનશીલ સરકાર માત્ર ઉધોગપતિઓ માટે જ સંવેદનશીલ હોવાનું જણાય છે સામાન્ય પ્રજા જ્યારે પણ મોંઘવારી મુદ્દે બોલવા જાય તો વિશ્વસ્તરની વાતો કરવામાં આવે છે ત્યારે આટલી મોંઘવારી માં કોઈ પણ સામાન્ય પગાર માં જીવન ગુજરાન ચલાવવું એ લોઢા ના ચણા ચાવવા બરાબર છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં ‘અર્થમંથન’માં અર્થશાસ્ત્ર અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ગુજરાત સ્થાપના દિન .શું જાણો છો તમે આપણા ગુજરાત વિશે  શું છે વિશેષતા…

વાપી મહાનગર પાલિકા માં મેયર માટે ઓબીસી મહિલા અનામત બેઠક 

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની પાંચમી પુણ્યતિથિએ તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું થયું આયોજન

error: Content is protected !!