Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડામાં અંભેટી ગ્રામ પંચાયતનો  તલાટી 10 હજાર ની લાંચ લેતા એ સી બી ના હાથે ઝડપાયો 

On: April 6, 2022 3:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ખેતીની જમીન બિન ખેતી નો દાખલો આપવા ના બદલા માં ત્રીસ હજાર ની લાંચ માંગી હતી જેમાં ફરિયાદી એ 20 હજાર ચૂકવ્યા બાદ વધુ 10 હજાર લેવા જતા ભેરવાયો 

ફરીયાદીનાં મિત્રની વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકાનાં અંભેટી ગામે પોતાની માલિકીની ખેતીની જમીન આવેલ છે. જે ખેતીની જમીન બિન ખેતી (એન.એ.) કરાવવા માટે દાખલો મેળવવા ફરીયાદીનાં મિત્રએ અંભેટી ગ્રામ પંચાયત ખાતે અરજી આપેલ. જે ખેતીની જમીનને બિનખેતી કરાવવા દાખલો આપવા આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા રૂ.૩૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂ.૨૦,૦૦૦/- જે તે દિવસે ફરીયાદી પાસેથી આરોપીએ સ્વીકારેલ હતા અને બાકીના રૂપીયા ૧૦,૦૦૦/- આરોપીએ તા.૦૬.૦૪.૨૦૨૨ ના રોજ આાપી જવા જણાવેલ. ફરીયાદી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકું ગોઠવતા આ કામનાં આરોપી લાંચનાં છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપીયા ૧૦,૦૦૦/- માંગી અંભેટી સ્નેહલભાઇ જેસીંગભાઇ પટેલ, તલાટી કમ મંત્રી, વર્ગ-૩,  ગ્રામ પંચાયત, તા.કપરાડા જી. વલસાડ ગુનો અંભેટી ગ્રામ પંચાયતનાં કંપાઉન્ડની બહાર રસ્તા ઉપર, અંભેટી ગામ, તા.કપરાડા જી.વલસાડ  લાંચની માંગણીની રકમ : રૂ. ૧૦,૦૦૦/- લાંચ સ્વીકારી હતી એજ સમયે એ સી બી નવસારી ના અધિકારી એ તલાટી ને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધો હતો

એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સફળ ટ્રેપીંગ અધિકારી એન.કે.કામળીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત. વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!