જામનગર તાલુકાના મુંગણી ગામમાં તેમજ લાલપુરના નવી પીપર ગામે જુગાર અંગે બે સ્થળે દરોડા

On: March 21, 2022 2:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી બે મહિલાઓ અને સાત પુરુષો સહિત 09 પત્તાપ્રેમી પકડાયા

જામનગર, તા. 21 

જામનગર તાલુકાના મુંગણી ગામમાં તેમજ લાલપુર તાલુકાના નવી પીપર ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડયા હતા, અને બે મહિલા તથા 7 પુરુષ સહિત 09 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જામનગર તાલુકાના મૂંગણી ગામ માંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી જયશ્રીબા દિલીપસિંહ જાડેજા, હીનાબેન વિનોદભાઈ વાડોલીયા, ઉપરાંત યોગીરાજ દિપકસિંહ જાડેજા વગેરેની પોલીસે અટકાયત કરી લઇ, તેઓ પાસેથી રૂપિયા 2,270ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી લીધું છે.

જુગાર અંગેનો બીજો દરોડો લાલપુર તાલુકાના નવીપીપર ગામમાં એક વાડીમાં રહેતા ખેડૂત હિરેન ચંદુભાઈ દેસાઈની વાડીમાં આવેલા મકાનમાંથી પોલીસે જુગાર ધામ પકડી પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા વાડી માલિક હિરેન ચંદુ ભાઈ દેસાઈ, ઉપરાંત હિતેશ જીતેન્દ્રભાઈ પરમાર, રમેશભાઇ અજુડીયા, અમિત કાંતિભાઈ ભેંસદડીયા, ભોજાભાઇ બગડા, અને અરવિંદ શાંતિભાઈ ભાલોડિયા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,91,800ની માલમતા કબજે કરી લઇ તમામ આરોપીઓ સામે જુગાર ધારા ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!