[ad_1]

વડોદરા, તા. 21
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શ્રીનાથજી માર્કેટ ખાતે રેડીમેડ ગારમેન્ટની દુકાન ધરાવતા બે વેપારીઓ ગ્રાહકની તકરાર બાબતે બાખડતાં એક દુકાનદારે બીજા દુકાનદાર ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે હુમલાખોર ત્રિપુટી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતો અમિત અમરનાણી શ્રીનાથજી માર્કેટ ખાતે રેડીમેન્ટ કપડાની દુકાન ધરાવે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના સુમારે મારા પિતા ટિફિન લઈને દુકાને આવ્યા હતા. તે સમયે બાજુની મોનિકા સિલેક્શન કપડાની દુકાનના માલિક સાગર તથા તેમની બહેન નિહારિકા અમારી દુકાનમાં આવ્યા હતા. અને જણાવ્યું હતું કે તમે અમારા ગ્રાહકોને બીજી દુકાને કેમ મોકલો છો. તેમ કહી અપશબ્દો બોલી મારા પિતાને દુકાનની બહાર ખેંચી જઈ ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન સાગરનો મિત્ર સ્વપ્નિલએ પણ અપશબ્દો બોલી મને દુકાન માંથી બહાર ઘસડી ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન મને માથામાં ઇજા પહોંચી હતી. ખેંચતાણમાં મારી ટીશર્ટ પણ ફાડી નાખી હતી.
[ad_2]
Source link






