પી એસ આઈ સુનિલસિંહ પરમાર થયા ભાવુક

ધરમપુર પોલીસ મથક માં છેલ્લા 8 માસ થી ફરજ બજાવતા પી એસ આઈ સુનિલ સિંહ પરમાર ની બદલી વાપી ટાઉન પોલીસ મથક માં થતા આજે ધરમપુર પોલીસ મથક ખાતે ધરમપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફ તેમજ આદિવાસી એકતા પરિસદ ના અગ્રણીઓ દ્વારા સુનિલ સિંહ પરમાર કરવામાં આવેલ અનેક સામાજિક કર્યો ને બિરદાવવા માં આવ્યા હતા ધરમપુર નગર માં સામાન્ય માં સામાન્ય નાગરિકો ના જાહેર હિત ના પ્રશ્નો ને સાંભળી ને તેમનું નિરાકરણ કરતા આવ્યા છે

તેમના વિનમ્ર સ્વભાવ અને તેમની કામગીરી કરવાની કુનેહ ને તમામ લોકો માન પૂર્વક જુએ છે ત્યારે તેમના જવા થી ધરમપુર નગર ને એક સારા અધિકારી ની હંમેશા ખોટ વર્તાશે તેમની અનેક કામગીરી ને ધરમપુર ની જનતા ભૂલશે નહિ આજે આદિવાસી એકતા પરિસદ ના અગ્રણીઓ ઓ દ્વારા સાલ ઓઢાવી ફૂલ હાર પહેરાવી ને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમ્યાન તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ,ખારવેલ સરપંચ રાજેશભાઇ પટેલ,મરગમાળ ના સરપંચ રજનીકાંત પટેલ ,આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ ભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ સુનિલ સિંહ પરમાર ને વિદાય આપી હતી





