[ad_1]
મહેસાણા,તા.9
મહેસાણા શહેર કોંગ્રેસમા મહત્વના હોદ્દા ભોગવી રહેલા બે
હોદ્દેદારોએ પક્ષમાં તેમની સતત થઈ રહેલી અવગણનાથી નારાજ થીને હોદ્દા અને પક્ષમાંથી
રાજીનામું ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.નોંધપાત્ર છે કે પાલીકાના
આ બન્ને પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયેલા સાગર રાયકા સાથે મહેસાણા જિલ્લા ભાજપના
કાર્યાલયે દેખા દેતાં અટકળો તેજ બની હતી.
મહેસાણા શહેર
કોંગ્રેસ સમિતીના મહામંત્રી હિરેન મકવાણા અને ખજાનચી ચિરાગ બારોટ ગતરોજ બુધવારે
તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ સાંસદ સાગર રાયકા સાથે
મહેસાણાના પિલાજીગંજ વિસ્તારમાં આવેલ જિલ્લા ભાજપના કાર્યાલય આસપાસ નજરે પડયા
હતા.ત્યારથી રાજકીય અટકળો ફેલાઈ હતી.દરમિયાન આ બન્ન નગરપાલિકાના પૂર્વ
કોર્પોરેટરોએ એકાએક જિલ્લા કોંગ્રેસના પ્રમુખને પોતાના હોદ્દા અને પક્ષમાંથી
રાજીનામું ધરી દીધું હતું.આ અંગે હિરેન મકવાણાએ જણાવ્યું હતું કે,પ્રમુખ દ્વારા
શહેર કોંગ્રેસની ત્રણ મહિનાથી મિટીંગ બોલાવી નથી.હોદ્દા લઈને ફરતા કાર્યકરોથી
પક્ષના સંગઠન જેવું લાગતું ન હોવાથી તેમજ આગેવાનો દ્વારા પાયાના કાર્યકરોની સતત
અવગણના કરવામાં આવતી હોવાથી કંટાળીને દિશાવિહીન બનેલ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું
આપવાનો નિર્ણય કર્યો છે.
[ad_2]
Source link






