[ad_1]
ડીસા,
તા. 9
ડીસામાં આઠ વર્ષ અગાઉ વેટ કાયદા હેઠળ કેટલાક પેટ્રોલ પમ્પ
સંચાલકોએ છેડછાડવાળું ખાંટુ પેમેન્ટ ચલણ બનાવીને તેની ખતવણી વેટીસ સિસ્ટમમાં
કરાવડાવી રૃ.૫.૯૮ કરોડનું મસમોટું કૌંભડ આચર્યું હોવાનું સામે આવતાં ખવભળાટ મચી
ગયો હતો.આ અંગે ૨૯ વેપારીઓ અને ૬ ટેકસ પ્રેકટીશનર સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
વેટ ભર્યા અંગેનો મેન્યુઅલ નમુનો ૨૦૭ વીના સહાયક વેરા
કમિશનરની કચેરી ઘટક ૩૫ ડીસાના સીનીયર કારકુન નરેશ ચૌધરી અને સીનીયર કારકુન પ્રકાશ
ચૂડી પાસે તેમના લોગીંગ આઈડીમાંથી વેટ ભર્યા અંગેની ખોટી ખતવણી કરી એકનોલેજમેન્ટ
રીસીપ્ટ જનરેટ કરી સરકાર સામે છેતરપિંડી આચરી હતી. જેમાં નિવૃત્ત રાજ્ય વેરા
અધિકારી અશ્વિન જોશી અને નિરીક્ષક કરસન પ્રજાપતિએ ગુનાહીત કાવતરુ રચી વેપારીઓના
હિતમાં સરકારને ૫.૯૮ કરોડનો ચુનો ચોપડયો હતો. જે મામલામાં સ્થાનિક સ્તરે તાપસ બાદ
૨૯ વેપારીઓ, ટેક્સ
એડવોકેટ, એકાઉન્ટન્ટ
સાથે મળી જીએસટીના અધિકારીઓ અને કર્મીઓ સામે સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતી દેસાઈએ ડીસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
તેમજ વેરા ભર્યા અંગેના પુરાવા રજુ કર્યા ન હતા. જે બાદ વિસંગતતા ધ્યાને આવતા વર્ષ
૨૦૧૩-૧૪ ના સમયથી મેન્યુઅલી ચલણોની સાથે મેલવણુ કરતા ૨૯ વેપારીઓના કેસમાં વિસંગતતા
સામે આવી હતી.
સહાયક વેરા કમિશ્નરનું શું કહ્યું ?
ડીસાના સહાયક રાજ્ય
વેરા કમિશનર ભારતીબેન દેસાઈએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ની ઓડિટ આકારણી કામગીરી
દરમિયાન કેટલાક પેટ્રોલ પંપના સંચાલકોને તેમના પત્ર કે ભરવાપાત્ર વેરો વેટ
મેન્યુઅલ ચલણથી વેરો ભરેલ દર્શાવેલ જેની નકલ તેમજ વેરા ભર્યા અંગેના પુરાવા
વેપારીઓ પાસે તેમના વેરા સલાહકાર કમલેશભાઈ હેરુવાલા પાસે મંગાવેલા તે અંગે નોટિસ
પાઠવી ચલણો રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ વેપારી કે સલાહકાર દ્વારા કોઈ જ ચલણો રજુ કરેલ ન હતા.
વેટની ચોરી કેવી રીતે કરવામાં આવતી હતી
વેચાણવેરા વિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન ૩૦ મેના રોજ
કરસનભાઈ વેલાજી ચૌધરીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યા મુજબ કમલેશભાઈ હેરુવાલા અને
એકાઉન્ટન્ટ સાગરભાઇ બનાવવાને ચલણ ભરવા રોકડા પેમેન્ટ આપતા અને સાગરભાઇ તેમને વેરા
ભરી તેઓને તેનું એ પેમેન્ટનું ચલણ નમુનો ૨૦૭ આપતા હતા. પરંતુ પ્રાથમિક ચકાસણીમાં
માલૂમ પડયું કે, વેપારીએ
રજૂ કરેલી ઇ પેમેન્ટ રસીદમાં છેડછાડ કરેલ છે. આવા કોઇ નાણાં સરકારી તિજોરીમાં જમા
થયા નથી. જ્યારે વેટીસ સિસ્ટમમાં ચાર કંપની ખોટી મેન્યુઅલ પેમેન્ટ તરીકે ખતવણી થઈ
છે.
[ad_2]
Source link






