નેશનલ બિલ્ડર એવોર્ડ ૨૦૨૬ રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા વિવિધ શાળાના શિક્ષકો ને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા.

On: September 5, 2026 5:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા તા. ૦૩/૦૯/૨૦૨૬ના રોજ રોટરી હોલ, વાપી ખાતે નેશનલ બિલ્ડર એવોર્ડ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરીની મૂલ્યાંકન પ્રક્રિયા અંતર્ગત વલસાડ જિલ્લાના ૧૧ જેટલી શાળાઓમાંથી પસંદગી પામેલા નાનાપોંઢા, વટાર સહિતની વિવિધ શાળાઓના કુલ ૧૨ શિક્ષકોને નેશનલ બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ એ એક ઉમદા અને જવાબદારીભર્યો વ્યવસાય છે. શિક્ષક માત્ર શિક્ષણ આપનાર નથી, પરંતુ સારા આયોજક, માર્ગદર્શક અને મિત્ર તરીકે વિદ્યાર્થીઓના જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરે છે. આજના સમયમાં શૈક્ષણિક વિકાસની સાથે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સારા સંસ્કારો અને સકારાત્મક વિચારસરણીના વિકાસમાં પણ શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. દેશની યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન આપી ભારતને વિશ્વના સૌથી યુવા દેશ તરીકે વધુ મજબૂત બનાવવામાં શિક્ષકોનું યોગદાન અત્યંત મહત્વનું છે.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ અભય ભટ્ટે જણાવ્યું હતું કે રોટરી ક્લબ દ્વારા વર્ષ દરમિયાન આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને વાપી તથા આસપાસના ગામોની શાળાઓમાં વિવિધ શૈક્ષણિક અને સેવાકીય પ્રોજેક્ટો દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સહયોગ આપવામાં આવે છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત આસિસ્ટન્ટ ગવર્નર અપૂર્વ પારેખે નેશનલ બિલ્ડર એવોર્ડ પ્રોજેક્ટની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આપણા જીવનની શ્રેષ્ઠ યાદોમાં શાળા અને શાળાના શિક્ષકોનું સ્થાન હંમેશા વિશેષ હોય છે. “અમે કોણ છીએ અને ક્યાં છીએ તેની સમજ અને અનુભૂતિ આપણને શાળા અને શિક્ષકો કરાવે છે.” શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવતા તેમણે આ પ્રકારના સન્માન કાર્યક્રમોની પ્રશંસા કરી હતી.

પ્રોજેક્ટ ચેરમેન વિનીત શાહ અને સંજય બડોલેએ આ પ્રોજેક્ટની પહેલ અને સફળતા બદલ સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રોટરી લિટરસી ચેરમેન અલ્પાબેન કોટડીયાએ પોતાની કારકિર્દીની સફળતામાં શાળા અને શિક્ષકોના યોગદાનને યાદ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રોટરી ઈન્ડિયા લિટરસી મિશન અંતર્ગત ચાલતા TEACH Programme વિશે માહિતી આપી હતી. જેમાં:

  • T – Teacher Support
  • E – E-Learning
  • A – Adult Literacy
  • C – Child Development
  • H – Happy School

જેવા વિવિધ ક્ષેત્રો દ્વારા ભારતમાં સંપૂર્ણ સાક્ષરતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક નાગરિક સુધી પહોંચાડવાનો રોટરીનો સંકલ્પ છે. તેમણે ઉપસ્થિત શિક્ષકો તથા સરકારી અધિકારીઓને આ મિશનમાં રોટરી સાથે સહયોગ આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ અભય ભટ્ટ દ્વારા સન્માનિત શિક્ષકોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. પ્રમુખ અભય ભટ્ટ, સેક્રેટરી મુકુન્દ ભાવસાર તથા રોટરી ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ પ્રમુખ કલ્યાણભાઈ બેનરજી સહિતના મહાનુભાવોના હસ્તે કુલ ૧૨ શિક્ષકોને નેશનલ બિલ્ડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની આભારવિધિ રોટરી ક્લબ ઓફ વાપીના સેક્રેટરી મુકુન્દ ભાવસાર દ્વારા ભાવનાત્મક અને સુંદર ગુજરાતી ભાષામાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વાપીના રોટેરિયન પ્રફુલભાઈ દેવાની, સાગર દેવાની, વી.પી. ગોર, સંજયભાઈ, ગગન ચાતુર્વેદી, સંજય બડોલે, ચિરાગ શાહ, વિનીત શાહ, રાકેશ નાયક, રાકેશ પટવારી, મોહિત રાજાની, કેતન પટેલ અને પ્રકાશ ભદ્રા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન અલ્પાબેન કોટડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોના શિક્ષણક્ષેત્રે કરાયેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને તેમના કાર્યને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!