
દહીંહાંડી કાર્યક્રમ દરમિયાન થયેલી બોલાચાલી બાદ વિવાદ વકર્યો, પાંચ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
ધરમપુરની વનરાજ કોલેજની હોસ્ટેલમાં રાત્રિના સમયે બે જૂથો વચ્ચે થયેલી મારામારીના બનાવમાં પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ 12 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કોલેજમાં યોજાયેલા મટકી ફોડ અને દહીંહાંડી કાર્યક્રમ દરમિયાન બે જૂથો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. આ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલી બાદ વિવાદ ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે બહારથી આવેલા કેટલાક યુવાનો વનરાજ કોલેજની હોસ્ટેલમાં ઘૂસી ગયા હોવાનો આક્ષેપ છે.
હોસ્ટેલમાં ઘૂસેલા યુવાનો દ્વારા ત્યાં રહેતા વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી હતી. લાકડીઓ અને સળિયાં વડે થયેલા હુમલામાં પાંચથી વધુ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી, જેમાં પાંચ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ધરમપુરની સ્ટેટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદ બાદ 16 સામે ગુનો નોંધાયો
બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કુલ 16 લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં છ દિવસના પોલીસ રિમાન્ડ
પોલીસે સમગ્ર ઘટનાની તપાસ, મારામારી પાછળનું કારણ તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગેની માહિતી મેળવવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને 12 આરોપીઓના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરશે.
ધરમપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૦૦૧૨૮૫૯૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧), ૧૧૫(૨), ૧૮૬(૨), ૧૮૬(૪), ૧૮૯(૨), ૧૮૯(૩), ૧૯૦, ૧૧૫(૨), ૧૯૬(૧), ૬૧(૨)(એ), ૩૩૩ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ કામના આરોપીઓ આરોપીઓ (૧) રાજુ ઓમપ્રકાશ ખરવાર ઉવ.૨૧ ધંધો.અભ્યાસ રહે. ધરમપુર, દશેરા પાર્ટી, આઈ.ટી.આઈ.ની બાજુમાં તા.ધરમપુર જી.વલસાડ તથા
(૨) હુબિલ ધર્મેશભાઈ ભીસારા ઉવ.૧૮ (જન્મ તા.૧૩/૦૮/૨૦૦૮) ધંધો.અભ્યાસ રહે. ધરમપુર સમડી ચોક પાછળ છોકરી ફળીયું તા.ધરમપુર જી.વલસાડ તથા
(૩) સાગર રતીલાલ ચૌધરી ઉવ.૨૫ ધંધો.અભ્યાસ તથા મોબાઈલની દુકાનમાં કામ રહે. તીર્થક તલાટ મધ્યદેવી ફળીયા તા.ધરમપુર જી.વલસાડ તથા
(૪) વિરાંગકુમાર પંકજભાઈ પટેલ ઉવ.૧૯ ધંધો.અભ્યાસ રહે.શેરીમાળ, તાડાપાડા તા.ધરમપુર જી.વલસાડ તથા
(૫) હુસૈનભાઈ રફીકુદ્દીનભાઈ ઉર્ફે આરિફ સૈયદ ઉવ.૧૮ ધંધો.અભ્યાસ રહે.ધરમપુર, માલનપાડા, દશેરા પાર્ટી, અનાજના ગોડાઉનની પાસે તા.ધરમપુર જી.વલસાડ તથા
(૬) મોહમદ રજા યુનુસ શેખ ઉવ.૧૮ ધંધો.મજૂરી રહે.ધરમપુર, દાતાર ફળીયા, પાણીની ટાંકી નજીક તા.ધરમપુર જી.વલસાડમું રહે. અજીતાપુર, ઈદગાહ મસ્જિદ નજીક, થાના.ગોહન જી.જાલોન ઉત્તરપ્રદેશ તથા
(૭) સોહેલ હનીફ શેખ ઉવ.૨૨ ધંધો.અભ્યાસ રહે. આસુરા, જમાદાર ફળીયા, મરીયમ મસ્જિદ નજીક તા.ધરમપુર જી.વલસાડ તથા
(૮) સરફરાઝ ઇકબાલ મેમણ ઉવ.૨૧ ધંધો.ડ્રાઇવિંગ રહે. આસુરા સના બેકરી પાસે તા.ધરમપુર જી.વલસાડ તથા
(૯) સરફરાઝ સોહીલભાઈ પીપળીયા ઉવ.૧૯ ધંધો.બેકાર રહે.ધરમપુર માછીવાડા તા.ધરમપુર જી.વલસાડ નાઓને તા.૦૪/૦૯/૨૦૨૬ ના કલાક ૧૧/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે. અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે





