Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સેલ્યુટ તિરંગા એનજીઓ દ્વારા આયોજિત આંતર રાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ માં ગુજરાત રોયલ્સ નો વિજય

On: March 30, 2026 3:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વિજેતા ટીમ ને ટ્રોફી એનાયત કરતા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ


પરીયાના સાઈ મેઘપન  સપોર્ટસ લાઈફ સ્ટેડિયમ ખાતે મુંબઈ ગુજરાત આસામ દિલ્હી વચ્ચે ચાર દિવસીય લેધર બોલ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય


સેલ્યુટ તિરંગા એનજીઓ દ્વારા આયોજિત આંતરરાજ્ય લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ગુજરાત રોયલ્સનો ભવ્ય વિજય થયો હતો જ્યારે મુંબઈ ની ટીમ રનર્સ અપ રહી હતી જેને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય ચેતન શર્મા ના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી 


વાપી નજીકના પરિયા ગામે આવેલ સાઈ મેઘપન સ્પોર્ટસલાઈફ સ્ટેડિયમ ખાતે સેલ્યુટ તિરંગા એનજીઓ દ્વારા દેશના તમામ રાજ્યના યુવાનો કે જે 18 થી 28 વર્ષ સુધીના હોય તેમને આઈપીએલ તેમજ દેશની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળે તે હેતુથી દરેક ક્રિકેટરો ને પ્રોત્સાહન આપવા માટે આંતર રાજ્ય ની ટીમો વચ્ચે ટી 20 લેધર બોલ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ દિલ્હી આસામ અને ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો અંતે ફાઇનલ રાઉન્ડ ગુજરાત રોયલ્સ અને મુંબઈ વોરિયર્સ વચ્ચે રમાયો હતો જેમાં ગુજરાતે પથમ બેટિંગ કરતાં 270 રન બનાવી મુંબઈ વોરિયર ટીમને 271 રનનો લક્ષ આપવામાં આવ્યો હતો

પરંતુ મુંબઈ વોરિયર્સ ની ટીમ માત્ર 124 રનમાં ઓલ આઉટ થઈ જતા ગુજરાત રોયલ ટીમનો 146 રને ભવ્ય વિજય થયો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના નાણા અને શહેરી વિકાસ તેમજ શહેરી વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ દેશની પ્રથમ વર્લ્ડ કપ જીતનાર ટીમના સભ્ય એવા ભૂતપૂર્વ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ચેતન શર્મા ના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે તેમની સાથે દમણ દીવ ના માજી સાંસદ લાલુભાઈ પટેલ વી આઈ એ ના પ્રમુખ અને ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ વાપી શહેર ભાજપના પ્રમુખ મનીષભાઈ દેસાઈ દર્પણભાઈ દેસાઈ સાથે સેલ્યુટ તિરંગા એનજીઓના રાષ્ટ્રીય પ્રમુખ રાજેશભાઈ ઝા મહામંત્રી તેમજ ગુજરાત ગોવા અને મુંબઈના પ્રભારી ઉત્તમભાઈ પટેલ મુંબઈના પ્રમુખ રવિ શિકારા સેલ્યુત તિરંગા એનજીઓના રાષ્ટ્રીય યુવા પ્રમુખ ધનેશભાઈ પટેલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટ દરમિયાન રોજે રોજ મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ મેચને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન મહામંત્રી ઉત્તમભાઈ પટેલ અને યુવા પ્રમુખ ધનેશભાઈ પટેલ દ્વારા કરાયું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!