Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધામણી કુંડા બ્રિજ નજીક પાર નદી માંથી ગેરકાયદે રેતી ઉલેચવાનો ગોરખ ધંધો..

On: December 13, 2025 6:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જે સી બી મશીનના ઉપયોગ વડે નદી કિનારે રેતી ચારણા મૂકી રેતી ચાળીને ટ્રકો ભરાય છે તંત્ર નિદ્રાધીન 

વલસાડ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ જાણે છેલ્લા કેટલાક સમયથી ઘોર નિદ્રા માં હોય એમ જણાય રહ્યું છે. ધામની કુંડા પાસે નવ નિર્મિત બ્રિજ ની ચાલી રહેલી કામગીરી પાસે નદીના પટ માં રેતી માટે ચરણા મૂકી જે સી બી મશીન વડે મોટા પાયે નદી માંથી ગેરકાયદેસર રેતી કાઢી ને તેમાં ચાળી ને આ રેતી ટ્રકો દ્વારા વેચી દેવાનું કૌભાંડ છેલ્લા કેટલાક સમય થી ચાલી રહ્યું છે વહેલી પરોઢિયે 6 વાગ્યા થી શરૂ થતી આ પ્રવૃતિ રાત્રે 8 વાગ્યા સુધી ધમધમી રહી છે.પરંતુ કેટલાક રાજકીય આગેવાનો ના છુપા આશીર્વાદ ને કારણે આ પ્રવૃતિ વધુ વેગવંતી બની રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કપરાડા અને ધરમપુર વચ્ચે થી વહેતી પાર નદી ઉપેન ધામની અને કુંડા ગામ વચ્ચે જુના લોનલેવલ બ્રિજ પાસે નદી ના કિનારે રેતી ચાળી ને તેને ટ્રકોમાં ભરી ભરીને વેચી દેવાનો કારભાર કેટલાક સ્થાનિક ઇસમો કરી રહ્યા છે એના માટે તેઓ જે સી બી મશીન નો ઉપયોગ કરી રહ્યા છે.જે સી બી મશીન દ્વારા નદીના પાણી માંથી રેતી નો જથ્થો કાઢી તેને ચારણાં વડે ચાળી ને ઝીણી કાળી રેતી જેની ડિમાન્ડ વધુ છે તે ટેકો માં ભરી ને ધરમપુર તરફ લઈ જવાઈ રહી છે.સવારે 6 વાગ્યા થી શરૂ થઈ જતી આ પ્રવૃતિ બે રોકટોક બેફામ ચાલી રહી છે નજીક માં જ નવા બ્રિજ ની કામગીરી કરવામાં આવી રહી છે ક્યાય એમાં પણ આ રેતી નો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને ? એ પણ તપાસ નો વિષય છે .વળી સ્થાનિક કેટલાક તત્વો રાજકીય અગ્રણીઓ ની આગળ પાછળ ફરી ને રેતી કાઢવાનું કૌભાંડ ચલાવી રહ્યા છે ભૂતકાળ માં પણ ખાન ખનીજ વિભાગે ટ્રેક અને જે સી બી તેના પકડી લેતા અંદાજે ૩ લાખ નો દંડ ફેટકાર્યો હતો તેમ છતાંપણ વાહનો છોડાવ્યા બાદ પણ તે વ્યક્તિ સુધર્યો નથી અને ફરી થી પૈસા ની લાલચ માં રેતી નો કારોબાર ફરી શરૂ કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર બાબતે તપાસ થાય અને જળ જંગલ જમીન ને નુકશાન પહોંચાડી રહેલા આવા ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઊઠવા પામી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!