Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ઔરંગા નદીના બ્રિજ ની ગર્ડર પડી ગઈ પણ કોન્ટ્રાકટર સામે કાર્યવાહી શું થઈ ?

On: December 13, 2025 8:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શું મજૂરો માટે ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યા હતા કે કેમ ? પેટા કોન્ટ્રાક્ટ કોનો હતો..? શું બ્રિજ નો કોન્ટ્રાક્ટ જે કંપની લીધો હતો તે કાયદેસર રીતે પેટા કોન્ટ્રાક્ટ આપી શકે ?

વલસાડના ઓરંગા નદી ઉપર બનાવવામાં આવી રહેલો નવનિર્મિત બ્રિજનો ગાર્ડન અચાનક ટેકાને સમાંતર કરવા જતી વેળાએ તૂટી પડતા પાંચ જેટલા મજૂરોને ઈજાઓ પહોંચી છે 42 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી કઈ કંપની કરી રહી છે કોણ એનો કોન્ટ્રાક્ટર છે એ અંગે હજુ વહીવટી તંત્ર એ હોળ શુદ્ધ પાડ્યો નથી કે કોન્ટ્રાક્ટર મહાશય પણ ઘટના સ્થળે દેખાયા હોય એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો નથી ત્યારે અહીં સવાલ એ થાય છે કે આ પ્રકારની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે વહીવટી તંત્ર તેનો બચાવ કરી રહ્યું છે કે તેની સામે કાયદાકીય પગલા ભરવા માટેની કામગીરી કરી રહ્યો છે અનેક સવાલો હાલ ચર્ચા ની એરણ એ ઉઠ્યા છે.

ગઈકાલે વહેલી સવારે બનેલી બ્રિજનું ગાર્ડન તૂટી પડવાની ઘટનામાં કુલ પાંચ જેટલા મજૂરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી આ તમામ મજૂરોને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વલસાડ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ જિલ્લા કલેકટરે પણ મજૂરોની મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા ત્યારે અહીં સવાલ એ થાય છે કે 42 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રીજના કામમાં મજૂરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે શું તેમની પાસે સેફ્ટીબેલ્ટ તેમજ સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા શું આ તમામ મજૂરોના લેબર ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યા હતા કે કેમ? આટલી મોટી ઘટના બાદ તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી પણ એક તરફથી માંગ ઉઠી રહી છે તો બીજી તરફ મૂળ કોન્ટ્રાક્ટ કોન હતો અને તેને પેટા કોન્ટ્રાક્ટ તરીકે કોને આપવામાં આવ્યો હતો? શું કાયદાકીય રીતે કોઈ કંપની પેટા કોન્ટ્રાક્ટ આપી શકે? જેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટર મહાશય કોઈ રાજકીય અગ્રણીના ઓથા હેઠળ હોય વહીવટી તંત્ર તેની સામે કાયદાકીય પગલા ભરવાને સ્થાને તેને બચાવી રહ્યા હોય તેવું હાલ તો ચિત્ર જણાઈ રહ્યું છે પુલ બનવા પહેલા જ આવી ગંભીર બેદરકારી થતી હોય તો ગંભીર બેદરકારી સામે કાયદાકીય રીતે કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવો જોઈએ જેથી કરીને મજૂરો માટે સેફ્ટીના સાધનો તેમજ ક્યારે પણ અન્ય કોન્ટ્રાક્ટર કોઈ આવી બેદરકારી ન રાખવી જથી કરીને આવી કોઈ મોટી ઘટના ઓ ન બને .. હાલ તો કોન્ટ્રાક્ટર કોણ છે અને તેઓ આ ઘટના બન્યા બાદ સ્થળ પર આવ્યા કે કેમ? તે અંગે પણ અનેક અધિકારી અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આટલી મોટી ઘટના બાદ માત્ર સમિતિની રચના કરીને તેના રિપોર્ટ આવ્યા બાદ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની જિલ્લા કલેકટરે બાહેધરી આપી છે ત્યારે હવે આ સમિતિ નો રિપોર્ટ ક્યારે આવશે અને કોન્ટ્રાક્ટર સામે  કેવી કાર્યવાહી થશે એ તો સમય જ બતાવશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!