વાપી નજીક લવાછા ગામે ભવ્ય પંચદેવ મંદિર ભૂમિ પૂજન તેમજ કથાનું ભવ્ય આયોજન 

On: December 9, 2025 7:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સંત શિરોમણી શ્રી રામભદ્રાચાર્યજી ના હસ્તે ભૂમિ પૂજન અને કથા યોજાશે,સાથે સંસ્થા દ્વારા અનેક ધાર્મિક અને સામાજિક પ્રકલ્પો ઉપર થશે વિશેષ કાર્યો 

વાપી નજીક આવેલા લવાછા ખાતે આગામી તારીખ 10 ડિસેમ્બર 2025 થી 16 ડિસેમ્બર 2025 સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ તારીખ 12-12,2025 ના રોજ તીર્થધામ પંચદેવ મંદિરનું ભૂમિ પૂજન તેમજ ભૂમિ સમર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરમ પૂજ્ય શ્રી રામ ભદ્રાચાર્ય વિશેષ હાજરી આપશે તેમ જ શ્રી રામકથા નું આયોજન પણ તેમની આગવી સંગીત વાણીમાં યોજાનાર છે 

આગામી તારીખ 12 ડિસેમ્બર 2025 ના રોજ તીર્થધામ પંચદેવ મંદિરનું ભૂમિ પૂજન તેમજ કથાનું આયોજન કરવામાં આવનાર છે ભૂમિ પૂજન તારીખ 12 ડિસેમ્બર 2025 ના રોજ પરમ પૂજ્ય શ્રી રામચંદ્રાચાર્યજી દ્વારા આયોજિત થશે આ પ્રસંગે મુખ્ય અતિથિ રૂપે શહેરી વિકાસ મંત્રી તેમજ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે અતિથિ વિશેષ તરીકે જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ સાંસદ ધવલભાઇ પટેલ અને દાદરા અને નગર હવેલીના સાંસદ કલાબેન ઢેલકર પણ હાજર રહેશે.

ભૂમિ સમર્પણ શ્રીમતી કૌશલ્યા દેવી અગ્રવાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે એકર ભૂમિ મંદિર માટે આપવામાં આવી રહી છે આગામી તારીખ 10 ડિસેમ્બર 2025 થી તારીખ 16 ડિસેમ્બર 2025 સુધી બપોરે ત્રણથી સાંજે છ કલાક સુધી કથાનું આયોજન કરવામાં આવનાર છે જે બાદ સાંજે 7:00 વાગે મહાપ્રસાદનું પણ કથાના દિવસો દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથા દરમિયાન આજે આયોજિત પત્રકાર પરિષદમાં પંચદેવ મંદિરના ટ્રસ્ટી સૂર્યપ્રકાશ અગ્રવાલ એ જણાવ્યું કે માત્ર કથાના દિવસો દરમિયાન જ નહીં પરંતુ તે બાદ પણ સંસ્થા દ્વારા વિશેષ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવનાર છે તેમણે પ્રેમ કુટીર ની વિશેષતા વિશે જણાવ્યું કે મંદિર તો બનશે જ પણ સાથે સાથે પ્રેમ કુટીરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વયો વૃદ્ધો માટે સમયાંતરે પરિજનોની આવશ્યકતા મુજબ અલ્પકાલીન આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ભોજન તેમજ આરોગ્ય લક્ષી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવશે જે અંતર્ગત પ્રેમ કુટીર નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં માત્ર સેવાભાવ અને ભાગવત ભાવનો અહેસાસ જોવા મળશે સાથે સાથે ગૌશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જ એક વિશેષ ભોજન શાળાનું પણ અહીં શરૂ કરવામાં આવનાર છે આમ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક સંસ્થા ઊભી કરી તેની અંદર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમયાંતરે કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું ત્યારે આગામી દિવસમાં યોજનાર આ ભવ્ય કાર્યક્રમમાં દેશના તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત એવા રામભદ્રાચાર્યજી પોતાની આગવી સંગીત વાણીમાં કથાનું રસપાન કરાવશે જે માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર છે જે માટેની વિશેષ વ્યવસ્થાઓ ની તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે હોવાનું જણાવ્યું હતું આવનારા લોકો માટે પાર્કિંગની સુવિધાઓ સ્વયંસેવકો તેમજ લોકોને મુશ્કેલી અને અગવડ ન પડે તે માટેની વિશેષ વ્યવસ્થા નું ધ્યાન રાખવામાં આવ્યું છે તેમણે કહ્યું કે અંદાજિત રૂપિયા પાંચ કરોડના ખર્ચે શ્રી રાણી સતી દાદી શ્રી રામ દરબાર શ્રી રાધાકૃષ્ણ શ્રી ખાટું શ્યામજી શ્રી સાલાસર બાલાજી તેમજ શિવ પરિવાર આમ પંચદેવ મંદિરનું અહીં નિર્માણ પામનાર છે આ સાથે જ તારીખ 12-12, 2025 ના સાંજે છ વાગ્યાથી ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંજય મિત્તલ ગાયક તરીકે અંજલી દિવેદી રીતુ શર્મા અને વિશાલ રામાવત જેવા કલાકારો પોતાની સંગીતમય વાણી સાથે ભજન સંધ્યામાં સુરેલા આવશે આમ સમગ્ર આયોજન માટે તૈયારીઓને આખરી આપવામાં આવી ચૂક્યો છે આજે આ પત્રકાર પરિષદ દરમિયાન તીર્થધામ પંચદેવ મંદિરના ટ્રસ્ટીઓ સૂર્યપ્રકાશ અગ્રવાલ સહિત વાપીના અગ્રણીઓ બી.કે દાયમાજી સહિત મોટી સંખ્યામાં પંચદેવ મંદિરમાં કામ કરતા તેમજ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!